Home /News /south-gujarat /

સુરત: '... આ લોકોએ પરેશાન કરી દીધો', વેપારીએ સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત, પાંચ લોકો સામે ગુનો નોંધાયો

સુરત: '... આ લોકોએ પરેશાન કરી દીધો', વેપારીએ સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત, પાંચ લોકો સામે ગુનો નોંધાયો

પ્રતિકાત્મક તસવીર

અજયભાઈઍ સુસાઈટ નોટમાં લખ્યું હતું કે, આ પાંચેય જણાઍ તેને પરેશાન કરી ધંધો કરવા દેતા નથી. ઍટલે હેરાન થઈને આત્મહત્યા કરુ છુ. અને મારી મોત માટે આ પાંચેય જણા જવાબદાર

સુરત : ઍક મહિના પહેલા અલથાણ ઍસઍમસી આવાસમાં રહેતા અને સચીનમાં ૧૫ જેટલા સંચા મશીન ચલાવતા વેપારીઍ ફાંસોખાઈ કરેલા આપઘાત કેસમાં પોલીસે સુસાઈટ નોટના આધારે પાંચ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના મહામારી વચ્ચે કેટલાક સમયથી વેપાર ઉધોગ નથી ચાલતો તેવામાં કેટલાક લોકો હેરાન કરીં વેપાર નહિ કરવા દેતા હોવાને લઈને એક યુવાને આપઘાત કરી દીધો હતો. જોકે પોલીસે આમામલે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના અલથાણ ઍસઍમસી આવાસમાં રહેતા અજય પ્રતાપસિંહ સચીનમાં પંદર જેટલા સંચા મશીન ચલાવતા હતા. અજયે ગત તા ૨૨મી જાન્યુઆરીના રોજ સાંજે પોતાના ઘરમાં ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો.

મહત્વની વાત એ છે કે, અજયભાઈઍ આપઘાત કરતા પહેલા ઍક પાનાની સુસાઈટ નોટ લખી હતી જેમાં નિલેશ, ગોવિંદ, શૈલેષ સહિત પાંચ જણાના નામ લખ્યા હતા. અજયભાઈઍ સુસાઈટ નોટમાં લખ્યું હતું કે, આ પાંચેય જણાઍ તેને પરેશાન કરી ધંધો કરવા દેતા નથી. ઍટલે હેરાન થઈને આત્મહત્યા કરુ છુ. અને મારી મોત માટે આ પાંચેય જણા જવાબદાર છે.

આ પણ વાંચોસુરત : પતિ-પત્નીનો પ્રેમ! વતનથી આવ્યા પત્નીના આપઘાતના સમાચાર, 2 કલાકમાં જ પતિએ આપઘાત કરી લીધો

આ દરમિયાન ખટોદરા પોલીસે સુસાઈટ નોટના આધારે ગઈકાલે મૃતક અજયની પત્નીની ફરિયાદ લઈ શૈલેષ રમણીક ભેસાણીયા, શૈલેષ મનુ દેસાઈ, નીલેશ ભીખા સોજીત્રા, હરગોવિંદ પરસોત્તમ રાખોલીયા અને સની જયંતી સુર્યા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે ગુનો દાખલ કરી આ મામલે આરોપીને ક્યારે પકડે છે તે જોવાનું રહ્યું

આ પણ વાંચોસુરતમાં ચેતવણી રૂપ કિસ્સો! 'પરીવારે મોબાઈલ સાથે પકડી', તો ધોરણ 8ની વિદ્યાર્થિનીએ બીકમાં કર્યો આપઘાત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી સતત સુરતમાં આજ પ્રકારે આપઘાતની ઘટના સામે આવી રહી છે અને તેમાં પણ આપઘાત માટે કોઈને કોઈ કારણ સામે આવતા પોલીસ સતત દુષ્પ્રેરણાના ગુના દાખલ કરી રહી છે, જોકે આરોપીઓ પકડી પાડવામાં આવે છે અને આરોપી જમીન પર છૂટી જાય છે, ત્યારે આવા લોકોને કડક સજા ક્યારે થાય તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:

Tags: Commits Suicide, Defamation case, Suicide-note, Surat businessman, Surat news, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन