Home /News /south-gujarat /સુરત : વિચિત્ર અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું મોત, ડમ્પર ચાલકે પોલીસ સમક્ષ આવી કરી કબુલાત

સુરત : વિચિત્ર અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું મોત, ડમ્પર ચાલકે પોલીસ સમક્ષ આવી કરી કબુલાત

ભેસ્તાન અકસ્માત મામલો

કોસંબાથી રેતી ભરીને આવતો હતો ચાલક, ત્રણ પોલીસકર્મીને ઉડાડ્યા હતા, અકસ્માતમાં મહિલા પોલીસ કર્મચારીનું થયું મોત

સુરત : ભેસ્તાનમાં સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં મહિલા પોલીસ કર્મચારી મોતને ભેટ્યા છે. ભેસ્તાન ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ વખતે ડમ્પરે રિક્ષાને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હતું. જ્યારે બે કોન્સ્ટેબલ સહિત ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો છે. બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જોકે પોલીસે સમગ્ર મામલે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ભેસ્તાન ત્રણ રસ્તા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બુધવારની રાત્રે પોલીસ સ્ટાફ નાઈટ ડ્યુટીમાં ભેસ્તાન ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. મધરાત્રે એક રિક્ષા ચાલકને ઊભો રાખી પેપર ચેક કરતી વખતે પાછળથી આવતા ડમ્પરના ચાલકે રિક્ષા સાથે ત્રણેય પોલીસ કર્મચારીઓને અડફેટે લઈ નાસી ગયો હતો. આ દુર્ઘટનામાં લીનાબેન ખરાડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોજુનાગઢ: ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, કોંગી મહિલા સભ્ય કાંતાબેન અને દીયરનું મોત, મૃતદેહ ટાયરમાં ફસાયો

વાહન ચેકિંગની ફરજ બજાવતી બે મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. બે પોલીસ કર્મીઓને વધતી-ઓછી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયાં હતાં. મધરાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. રિક્ષા ચાલકના પેપર ચેક કરતી ટીમની અને રિક્ષાને ટક્કર મારીને ડમ્પરનો ચાલકે નાસી ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા લીનાબેન બચુભાઇ ખરાડે પાંચ વર્ષથી પોલીસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતાં.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ મૂળ સાબરકાંઠા અરવલ્લીના રહેવાસી છે. તેઓના લગ્નને 13 વર્ષ થયા હતાં. તેઓને બે સંતાન છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલનાં મોતને પગલે બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. અકસ્માતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડમ્પર ચાલક ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મોતને ભેટનારા લીનાબેનને સુરત સિવિલ હોસ્પિટલમાં જ પોલીસ કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. પાંડેસરા પોલીસના કર્મચારીઓ સહિતના લોકોએ સલામી આપીને તેમને અંતિમ વિદાય આપી હતી. અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહને તેમના વતન બનાસકાંઠા ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચોસુરત : યુવતીએ સુરતના એક યુવક પર લગાવ્યો કાસ્ટિંગ કાઉચનો આરોપ, શોર્ટ ફિલ્મમાં કામના બહાને...

આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે તે કોસંબા નજીકથી રેતી ભરીને આવતો હતો અને સચીન જીઆઇડીસીમાં રેતી ખાલી કરવાનો હતો જો કે તેને ગાડીની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જ્યો હોવાનું વાત જણાવી હતી. પરંતુ પોલીસે ગાડીની તપાસ કરતા બ્રેક બરાબર હોવાનું સામે આવતા આરોપીની કડક પૂછપરછ હાથ ધરતા પોલીસે ચેકિંગ દરમિયાન પોતે પકડાયો અથવા પોલીસ પૈસા લે છે એ બીકે અકસ્માત સર્જ્યો હતો. અને ભાગી છૂટ્યો હતો. તેવું કબુલાત કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Road accident, Surat Accident, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन