Home /News /south-gujarat /

સુરત : મનપા અધિકારીએ વર્ગ-4ના કર્મી પાસેથી લાંચ લેવી ભારે પડી, ACBએ રંગેહાથ ઝડપ્યો

સુરત : મનપા અધિકારીએ વર્ગ-4ના કર્મી પાસેથી લાંચ લેવી ભારે પડી, ACBએ રંગેહાથ ઝડપ્યો

સુરત મનપાના અધિકારી લાંચ લેચા ઝડપાયા

આ મામલે એસીબીએ ટ્રેપનું આયોજન કર્યું હતું અને લાંચ સ્વીકારવા આવેલા આ અધિકારી અને બે સફાઈ કર્મચારીને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા

સુરત : શહેરમાં ફરી એક વાર સરકારી ખાતામાં લાંચ માંગવાને લઈને એક બે નહિ પણ 3 જેટલા કર્મચારી લાંચ લેતા એસીબીની ઝપટમાં આવી ગયા છે. જોકે લાંચ માંગનાર અધિકારી સાથે તેના બે મળતિયા હતા. લાંચીયા બાબુઓએ મનપા સફાઈ કામદાર મહિલાને હેરાન નહિ કરવા સાથે કામના સ્થળેથી બદલી નહિ કરવા તથા રજા પગાર મંજુર કરવા લાંચ માંગી હતી. જોકે લાંચ લેવા જતા આ તમામ અધિકારી એસીબીમાં ઝડપાઇ જતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સતત સરકારી કચેરીમાં લાંચ લીધા વિના અધિકારી કામ નથી કરતા તેવી સતત ફરિયાદ સમયે આવતા છેલ્લા કેટલાક સમયથી આવી રહી હતી. સુરત એસીબી વિભાગ આવા લાંચ લેતા સરકારી બાબુને ઝડપી પડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે છે, ત્યારે વધુ એક લાંચ માંગવાની ઘટનાને લઈને સુરત એસીબીએ કાર્યવાહી કરી છે. જોકે આ વખતે લાંચ માંગનારા અધિકારી સરકારી છે પણ લાંચ સામાન્ય માણસ નહિ પણ સરકારી કર્મચારી અને તે પણ વર્ગ-4ની મહિલા કર્મચારી પાસે માંગી હતી.

આ પણ વાંચો - સુરત : રત્નકલાકારે મિત્રની ગાડીમાં બેસી ઝેરી દવા પી આપઘાત કર્યો, પરિવાર શોકમાં ગરકાવ

સુરતના કતારગામ ઝોનના વોર્ડ નંબર સાતમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી, લાલજીભાઇ છનાભાઇ જોગડીયા, સફાઇ કામદાર, વર્ગ-૪, નોકરી- વોર્ડ નં.- ૭ બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, અને દિપકભાઇ અરજણભાઇ મકવાણા, સફાઇ કામદાર,વર્ગ-૪, નોકરી- વોર્ડ નં-૭ બી, ગોતાલાવાડી આ ત્રણેય દ્વારા એક વ્યક્તિને એવું કહેવાયું હતું કે, અમે મહિલા સફાઇ કામદારને વિસ્તાર બદલાવી આપીશું, તેમજ તેમની રજાની બોગસ હાજરી પણ પુરી આપીશું, પરંતુ તેના બદલામાં તમારે દસ હજાર રૂપિયા લાંચ આપવી પડશે. જો લાંચ નહીં આપો તો મહિલા સફાઇ કામદારને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે.

આ પણ વાંચોસુરત: કારખાનામાં ઊંઘવાને લઈ રત્નકલાકારની કરી હતી હત્યા, બે મિત્રોએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું

જોકે, આ વ્યક્તિ અને મહિલા કર્મચારી લાંચ આપવા માંગતા ન હતા અને તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આજે આ મામલે એસીબીએ ટ્રેપનું આયોજન કર્યું હતું અને લાંચ સ્વીકારવા આવેલા આ અધિકારી અને બે સફાઈ કર્મચારીને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Bribe case, Surat ACB, Surat Municipal corporation, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन