Home /News /south-gujarat /

સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

પ્રતિકાત્મક તસવીર

surat news: ભાભીની બર્થ ડે પાર્ટીમાં લાઈવ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં આ યુવાને આ પ્રકારનાં મેસેજ કર્યા હતા. જેની પર ધ્યાન જતા યુવતીએ આ મેસેજ કરનારને આર્ટીસ્ટ પોતે ફેક આઇડી બનાવી તેની સાથે ચેટ કરી ઓળખી કાઢ્યો હતો.

સુરતઃ સુરતના (surat news) અલથાણ વિસ્તારમાં રહેતી મેકઅપ આર્ટીસ્ટના ઇન્સ્ટાગ્રામ આઇડી (Instagram ID of the makeup artist) પર ફેક આઈડી (fake ID) પરથી બિભત્સ મેસેજ આવ્યા હતા. ભાભીની બર્થ ડે પાર્ટીમાં (sister in law birthday party) લાઈવ વીડિયો શેર (live video share) કરવામાં આવ્યો હતો. જેમાં આ યુવાને આ પ્રકારનાં મેસેજ કર્યા હતા. જેની પર ધ્યાન જતા યુવતીએ આ મેસેજ કરનારને આર્ટીસ્ટ પોતે ફેક આઇડી બનાવી તેની સાથે ચેટ કરી ઓળખી કાઢ્યો હતો. અને બીભત્સ મેસેજ કરનાર યુવાન સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગુનો નોંધી યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સુરતમાં એક મહિલાની ચાલાકીના કારણે બીભત્સ મેસેજ કરનાર યુવકને શોધી કાઢી તેની સામે ફરિયાદ નોંધાવી હતી. અલથાણ કેનાલ રોડ સ્થિત સાંઇ એન્કલેવમાં રહેતી પૂજા રાજેન્દ્ર સાળી વેસુ વીઆઇપી રોડ પર સ્થિત વી.આઇ.પી ગેલેરીયા કોમ્લેક્ષમાં યુઝી ઇલેવન નામે મેકઅપ આર્ટીસ્ટનું કામ કરે છે.

તા.20 એપ્રિલના રોજ પુજાની ભાભીનો જન્મ દિવસ હોવાથી ડીંડોલી રામપાર્ક સ્થિત જોગેશ્વરી આર્કેડમાં જેરી કાફેમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત પૂજા તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી બર્થડે પાર્ટી લાઇવ શેર કરી રહી હતી. જો કે આ લાઈવ શેર દરમ્યાન ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હોય છે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

પરંતુ આ દરમિયાન નોમનસૈયદ નામના આઇડી પરથી બિભત્સ અને અશ્લીલ મેસેજ આવ્યો હતો. ઉપરાંત તેના બોયફ્રેન્ડ અંગે પણ કોમેન્ટ કરી હતી. જેથી પૂજા ચોકી ગઇ હતી. જો કે પૂજાએ પણ ચાલાકી વાપરી શીતલ પટેલ નામે ફેક આઇડી બનાવી નોમનસૈયદ નામના આઇડી ધારક સાથે વાતચીત કરી હતી.

જે અંતર્ગત નોમનસૈયદ નામે ફેક આઇડી બનાવી બિભત્સ મેસેજ કરનાર તેનો હમવતની તન્વીર ફારૂક ખટીક હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પૂજા તન્વીર ખટીક વિરૂધ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી યુવકની શોધખોળ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: CYBER CRIME, ગુજરાત, સુરત

આગામી સમાચાર