સુરત :વર્ષ 2001નો પ્રતિબંધિત સંગઠન સિમી કેસમાં મહત્વનો ચુકાદો, તમામ 127 આરોપીઓ નિર્દોષ જાહેર

સુરત :વર્ષ 2001નો પ્રતિબંધિત સંગઠન સિમી કેસમાં મહત્વનો ચુકાદો, તમામ 127 આરોપીઓ નિર્દોષ જાહેર
સીમી કેસ

રાજેશ્રી હોલમાં દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત સાહિત્ય સાથે 123 લોકોની વર્ષ 2001માં ધરપકડ કરી હતી

  • Share this:
સુરત : વર્ષ ૨૦૦૧માં અઠવા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા રાજેશ્રી હોલ માંથી કુલ 123 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર લોકો સામે પણ કેસ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રતિબંધિત સ્ટુડન્ટ ઓફ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા સંગઠન સિમિના કાર્યકરો દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હોવાની માહિતીના આધારે અઠવા પોલીસે મોડી રાત્રે દરોડા પાડી અને ધરપકડ કરી હતી. જ્યાં છેલ્લા 20 વર્ષ બાદ આ કેસ સુનાવણી પૂર્ણ થતાં આજ રોજ સુરત ચીફ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

સિમિના ચકચારી કેસમાં 21 માં વર્ષે સુરત ચીફ કોર્ટે ચુકાદો આપ્યો છે. નવસારી બજાર સ્થિત રાજેશ્રી હોલમાં દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત સાહિત્ય સાથે 123 લોકોની વર્ષ 2001માં ધરપકડ કરી હતી. સ્ટુડન્ટ ઇસ્લામીક મુવમેન્ટ ઓફ ઇન્ડિયાના કેસની સુનાવણી પૂર્ણ થતા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. સુરત ચીફ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દેશમાં પ્રતિબંધ હોવા છતાં સુરત ખાતે વર્ષ 2001 માં સંમેલન યોજાયું હતું. જેમાં અલગ અલગ રાજ્યોમાંથી સંખ્યાબંધ લોકો ભાગ લેવા સુરત પોહચ્યાં હતા.આ પણ વાંચોસુરેન્દ્રનગર : સેલ્ફિ લેતા બે મિત્રો કેનાલમાં ગરકાવ, જુઓ મસ્તી સાથે મોતનો અંતિમ Video

શું હતો મામલો?

તમને જણાવી દઈએ કે, નવસારી બજાર સ્થિત રાજેશ્રી હોલમાં આ સંમેલન યોજાયું હતું. પોલીસના આરોપ હતા કે,સંમેલનમાં પ્રતિબંધિત સિમીમાં કાર્યકરો દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યું છે અને તેને લઈ દરોડા પાડી 123 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સરકાર દ્વારા દેશભરમાં જે તે સમયે સંગઠન સિમી પર દેશભરમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમ છતાં બેગમપુરાના મૃગવાન ટેકરાના આસિફ ઇકબાલ ઉર્ફે આસિફ અનવર સેખ અને કોસંબાના હનીફ મુલતાની દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું.જ્યાં દરોડા દરમ્યાન આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય જે તે સમયે મળી આવ્યા હતા.

આ પણ વાંચોકરૂણ અકસ્માત: 'જાનૈયાઓને નાસ્તો પહોંચાડવા જતો હતો', બહેનના લગ્નના દિવસે જ ભાઈનું મોત

ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓને જેલભેગા કર્યા હતા.દરમ્યાન છેલ્લા 20 વર્ષ જુના આ કેસની સુનાવણી સુરત ચીફ કોર્ટમાં પૂર્ણ થઈ હતી. જેના સંદર્ભે કોર્ટે ચુકાદો આપી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સરકાર પક્ષે આ કેસમાં અમદાવાદના બે પ્રોસિક્યુક્ટર આખી દેસાઈ અને જગરૂપશિંહ રાજપૂત દ્વારા સરકાર તરફથી દલીલો કરવામાં આવી હતી. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાએ પણ આ કેસમાં દલીલો કરી હતી.

આ પણ વાંચોમહેસાણા કરૂણ અકસ્માત: 'સાથે મોટા થયા - સાથે ભણ્યા, નોકરીએ જતા સાથે મોત, બેસણામાં ગામ હિબકે ચઢ્યું


બીજી તરફ બચાવપક્ષના વકીલોએ પણ ધારદાર રજુવાત કરી હતી.જ્યાં અંતે કોર્ટ દ્વારા અપૂરતા પુરાવાના આધારે આરોપીઓને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો.આ અંગે બચાવપક્ષના વકીલ વહાબ સેખે જણાવ્યું હતું કે, ગુનો દાખલ કરતા પહેલા સેન્ટ્રલ ગવર્નમેન્ટ ની પોલીસે કે સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવી નહોતી. જેથી કલમ 17 નો ભંગ થતા આરોપીઓને લાભ મળવાના કારણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે આરોપીઓ વિરુદ્ધ કોઈ પાક્કા પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા નહોતા કે આરોપીઓ વિરુદ્ધ ગુનો બનતો હોય.જેથી કોર્ટે તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કરી આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો હતો, જેને લઈ નિર્દોષ છૂટેલા આરોપીઓએ મોટી રાહત અનુભવી હતી અને ન્યાયપ્રણાલિકાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
Published by:kiran mehta
First published:March 06, 2021, 19:54 pm

ટૉપ ન્યૂઝ