સુરત : પતિ-પત્નીનો પ્રેમ! વતનથી આવ્યા પત્નીના આપઘાતના સમાચાર, 2 કલાકમાં જ પતિએ આપઘાત કરી લીધો

સુરત : પતિ-પત્નીનો પ્રેમ! વતનથી આવ્યા પત્નીના આપઘાતના સમાચાર, 2 કલાકમાં જ પતિએ આપઘાત કરી લીધો
પતિ પત્નીએ એક જ દિવસમાં આપઘાત કર્યો

દંપતીએ આપઘાત પહેલા 40 મિનિટ સુધી ફોન પર વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે.

  • Share this:
સુરત : પતિ પત્નીના પ્રેમના અનેક કિસ્સા સાભળ્યા હશે, પણ બે મહિના પહેલા લગન થયેલા નવ દંપતીમાંથી પત્નીએ વતન ખાતે આપઘાત કરી લેવાના સમાચાર મળતાની સાથે જ સુરતમાં રહેતા પતિએ પત્નીના આપઘાના બે કલાકમાં જ આપઘાત કરી લઈને જીવન ટુંકાવી દીધુ છે. જોકે દંપતીએ આપઘાત પહેલા 40 મિનિટ સુધી ફોન પર વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પતિ પત્નીનો પ્રેમ સૌથી વધુ હોય છે, ત્યારે પતિ પત્ની એક બીજાને પ્રેમ સાથે તકરારના કિસ્સા પણ સામે આવતા હોય છે, ત્યારે મૂળ યુપી અલ્હાબાદ વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં તેરેનામ ચોકડી મહાલક્ષ્મીનગરમાં પોતાના મામાના ઘરે રહેતા અને રીંગરોડ કાપડ માર્કેટની સાડીની દુકાનમાં છેલ્લા 6 વર્ષથી કામ કરીને પરિવારને વતન ખાતે આર્થિક મદદ કરતો હતો.આ પણ વાંચોસુરત : લગ્ન પ્રસંગમાં યુવાનને કરંટ લાગતા 6 ફૂટ ઉપરથી પટકાયો, વિધવા માનો એકનો એક સહારો છીનવાયો

જોકે આજે પ્રદીપે પોતાના મકાનમાં રૂમથી હાથની નસ કાપી અને ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા પરિવારના અન્ય સભ્યને મળતા તેણે તાતકાલિક પોલીસ મથકે દોડી આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઅમદાવાદ : બુટલેગરે પોલીસ સ્ટેશન માથે લીધું, દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની આપી ધમકી

તમને જણાવી દઈએ કે, પ્રદીપના 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન થયા હતા, પ્રદીપ 16 જાન્યુઆરી 2021ના રોજ સુરત પરત ફર્યો હતો. જોકે લગ્નના બે મહિમા બાદ તેની લાશ મળી તે પહેલા તેની પત્ની જે હાલમાં વતન ખાતે રહે છે, તેની સાથે ફોન પર 40 મિનિટ સુધી વાત કરી હતી. અચાનક પત્નીએ આપઘાત કરી લીધો હોવાનો, તેને મેસેજ મળતા, પત્નીના મોતના સમાચાર પ્રદીપ આઘાતમાં ચાલ્યો ગયો હતો અને તેણે પણ બે કલાકમાં જ આપઘાત કરી લીધો હોવાનું તેના મામાનું માનવું છે. જોકે પોલીસે આ તમામ પાસા સાથે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, પત્નીના આપઘાત બાદ પતિએ પણ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
Published by:kiran mehta
First published:February 18, 2021, 20:01 pm

ટૉપ ન્યૂઝ