સુરત: ધોરણ 8ની તરૂણીએ આપઘાત કર્યો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ

સુરત: ધોરણ 8ની તરૂણીએ આપઘાત કર્યો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ
સગીરાએ આપઘાત કર્યો

14 વર્ષની પુત્રી જે ધોરણ 8 અભિયાસ કરે છે, તેણે દુપટ્ટો હુક સાથે બાંધી આપઘાત કરી લીધો

  • Share this:
સુરત : શહેરમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ એક વિધાર્થીના આપઘાત બાદ વધુ એક વિધાર્થીનીએ આજે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ વિધાર્થીનીના આપઘાત બાદ પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા. જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.

સુરતમાં સતત આપઘાતની ઘટના સમયે આવી રહી છે ત્યારે, ગતરોજ સાઇકલ ચલાવવા બાબતે પરિવારે ઠપકો આપતા વિધાર્થીના આપઘાતની ઘટના બાદ આજે વધુ એક વિધાર્થીનીએ આપઘાત કરી લીધો છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ ઉન પાટિયા પાસે ઓરિસ્સાવાસી પરિવાર રહે છે. પરિવારના મોભી અંકલેશ્વર ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં એક પુત્ર અને ચાર દીકરીઓ છે.આ પણ વાંચોસુરત: વેપારી યુવાનનો Live અપહરણ Video, 3 કરોડની માંગી હતી ફિરોતી, પોલીસે છોડાવ્યો

પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે પિતા પુત્રી પાસેથી રૂપિયા 200 લઇને શાકભાજી લેવા ગયા હતા. શાકભાજી લઈને પરત ફરેલા પિતાને દીકરી તેમના મકાનના બીજામાળે લટકતી હાલતમાં મળી આવી હતી. 14 વર્ષની પુત્રી જે ધોરણ 8 અભિયાસ કરે છે, તેણે દુપટ્ટો હુક સાથે બાંધી આપઘાત કરી લીધો હતો. જોકે પરિવાર દ્વારા આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગુનો દાખલ કરી આ કિશોરીનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આ પણ વાંચો સુરત : મજાક-મજાકમાં મિત્રો વચ્ચે હંસવામાંથી ખસવું, ઝગડો હિંસક બનતા મિત્રએ ચપ્પુ હુલાવી દીધુ

પોસ્ટમોર્ટમ કરનાર ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતની જાણકારી પરિવારને આપતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે તબીબે આ કિશોરીના હિસ્થોપેથોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલ્યા છે.
પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. ત્યારે આ કિશોરી કોઈ યુવકના પ્રેમમાં હશે અને તેની સાથે શરીર સંબંધ બાદ ગર્ભ રહી જતા પરિવારને આ બાબતે જણકારી મળી જશે તે બીકે આ કિશોરીએ આપઘા કરી લીધો હોવાની પોલીસ શંકા સેવી રહી છે અને તે દીશામાં પણ તપાસ શરુ કરી છે.
Published by:kiran mehta
First published:January 29, 2021, 19:09 pm

ટૉપ ન્યૂઝ