સુરત સાવધાન : વરાછામાં રત્નકલાકારને થયો કડવો અનુભવ, લૂંટારૂએ માર મારી રૂ. 1.30 લાખ લૂંટી લીધા

સુરત સાવધાન : વરાછામાં રત્નકલાકારને થયો કડવો અનુભવ, લૂંટારૂએ માર મારી રૂ. 1.30 લાખ લૂંટી લીધા
વરાછા પોલીસ સ્ટેશન

ચાર બદમાશોઍ ઢીકમુક્કીનો મારમારી નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી પૈસા ચોરી કરી નાસી ગયા હતા

  • Share this:
સુરત : વરાછાના મેઈન રોડ જે.ડી. રેસ્ટોરન્ટ પાસે શેઠે આપેલા રૂપિયા ૧.૩૦ લાખ આંગડીયામાં જમા કરવા માટે ચાલતા જતા રત્નકલાકારને બે ઍકટીવા ઉપર આવેલા ચાર બદમાશોઍ ઢીકમુક્કીનો મારમારી નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી પૈસા ચોરી કરી નાસી ગયા હતા. રત્નકલાકારને ઍક મહિના પહેલા લુંટી લેવામાં આવ્યો હતો. જેતે સમયે ફરિયાદ નહી નોંધાવનાર રત્નકલાકારને હાલમા આજ પ્રકારની ચોર ટોળકીપોલીસમા પકડાઈ હોવાની ખબર પડતા તે તપાસ કરવા માટે ગયા હતા ત્યારે, તેણે ટોળકીને ઓળખી પાડતા પોલીસે તેની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બનાવની વરાછા પોલીસ પાસેથી મળથી વિગત મુજબ, વરાછા ખોડીયારનગર રોડ ઍલઈઝ પાર્ક ખાતે રહેતા ઘનશ્યામ ભગવાનભાઈ સુહાગીયા (પટેલ) (ઉ.વ.૫૫) માનગઢ ચોક પાસે આવેલ અક્ષર ઍપાર્ટમેન્ટના ત્રીજા માળે હર્ષદભાઈના ખાતામાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. ઘનશ્યામભાઈ ગત તા ૧૫ માર્ચના રોજ સવારે આઠ વાગ્યે નોકરી ઉપર ગયા હતા અને બપોરે ત્યાંજ જમી લીધુ હતું અને સાંજના પોણા પાંચેક વાગ્યે શેઠ હર્ષદ બાલુ માંગરોળીયાઍ રોકડા રૂપિયા ૧,૩૦,૦૦૦ આપ્યા હતા.આ પણ વાંચોસુરત : ડિંડોલીમાં જાહેરમાં માથાભારે યુવકની હત્યા, પવન અને વીરૂએ ચપ્પાના ઘા માર્યા અને...

આ પૈસા વરાછા રોડ રત્નસાગર બિલ્ડિંગમાં આવેલ માધા મગન આંગડીયા પેઢીમાં જઈ રાજકોડના જસદણ ખાતે રહેતા બાબુ ભાયાણીને આંગડીયુ કરવા કહ્યું હતું. ઘનશ્યામભાઈ પૈસા પેન્ટના ખિસામાં મુકીને ચાલતા ચાલતા રત્નસાગર બિલ્ડિંગ તરફ જતા હતા તે દરમિયાન વરાછા મેઈન રોડ જે.ડી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ ચોવીસ કેરેટ મીઠાઈની દુકાન પાસે રોંગ સાઈડથી આવેલા ઍકટીવા ચાલકે અચાનક સામે લાવી બરાબર સામે ઉભી રાખી હતી. ઍકદમ ગભરાઈ ગયેલા ઘનશ્યામભાઈઍ ચાલકને જોઈને ચલાવો કહેતા પાછળ મીની બજાર ત્રણ રસ્તા તરફથી બીજા ઍકટીવા ઉપર ત્રણ અજાણ્યાઓ આવ્યા, આમ ચારેય જણાઍ ઢીકમુક્કીનો મારમારી નજર ચુકવી પેન્ટના ખિસ્સાંથી પૈસા કાઢી નાસી ગયા હતા.

આ પણ વાંચો - અમદાવાદ અમરાઈવાડી હત્યા કેસ CCTV Video : કેમ અને કોણે ચંદનને રહેંસી નાખ્યો? થયો ખુલાસો, 4ની ધરપકડ

ઘનશ્યામે બનાવ અંગે શેઠને જાણ કરી હતી. ત્યારે દરમિયાન ઘનશ્યામભાઈને ખબર પડી કે, વરાછા પોલાસમાં આજે આ પ્રકારે ચોરી કરતી ટોળકી પકડાઈ છે, જેથી ગત તા ૧૦મીના રોજ વરાછા પોલીસમાં જઈ તપાસ કરવા જતા, પોલીસે ઝડપાયેલી ટોળકીના અફઝલ ઉર્ફે નાવડી ઈસ્માઈલ શા, શઈદ ઉર્ફે ચુહા નઝીરખાન પઠાણ (રહે, માન દરવાજા), મોહમદ અબ્રાર ઉર્ફે અંબુ ઈબ્રાહીમ શેખ (રહે, માન દરવાજા) અને જલીલ શેખ અહમદના ફોટા બતાવ્યા હતા. ઘનશ્યામે ફોટા જાઈને ટોળકીઍ ઓળખી લીધા હતા, પોલીસે ઘનશ્યામની ફરિયાદ લઈ ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:April 18, 2021, 15:34 pm

ટૉપ ન્યૂઝ