Home /News /south-gujarat /સુરતઃ પોલીસ વાને બાઈકને મારી ટક્કર, રોજીરોટીની શોધમાં સપ્તાહ પહેલા કાકાના ઘરે આવેલા પટેલ યુવકનું મોત

સુરતઃ પોલીસ વાને બાઈકને મારી ટક્કર, રોજીરોટીની શોધમાં સપ્તાહ પહેલા કાકાના ઘરે આવેલા પટેલ યુવકનું મોત

અકસ્માત ગ્રસ્ત પોલીસ વાન અને બાઈકની તસવીર

મુળ ઉત્તરપ્રદેશ, જેનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં સુરત પાંડેસરામાં કાકા-કાકીના ઘરે રહેતો હતો.

સુરતઃ સુરતના (surat) વેસુ વિસ્તારમાં (Accident in vesu) અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં પોલીસવાન અડફેટે બાઈકસવાર (police van hit bike) સગીરનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બની હતી રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાન સાથે ભટકાયેલા બાઈકસવાર સગીરનું કરૂણ મોત નીપજ્યું હતું. જો કે ઘટના બાદ પોલીસે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ (hospital) ખસેડ્યો હતો. પતાનતું તેનો જીવ બચી શક્યો ન હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરને બાઈક સરખી ચલાવતા ન આવડતી હોવાનું પણ સામે આવ્યું છે.

સુરતમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક કિશોર મોતને ભેટ્યો હતો. પરંતુ આ અકસ્માત કોઈ કાર કે અન્ય બાઈક સાથે નહિ પરંતુ પોલીસની વાન સાથે સર્જાયો હતો. મુળ ઉત્તરપ્રદેશ, જેનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં સુરત પાંડેસરામાં કાકા-કાકીના ઘરે રહેતો હતો.

રવિવારે અંકિત બાઈક લઈને નીકળ્યો હતો, ત્યારે વેસુ ચાર રસ્તા નજીક તેને અકસ્માત નડ્યો હતો. અંકિત ઉમરા પોલીસની વાન સાથે ભટકાતા તેનું મોત નીપજ્યું હતું. ઉમરા પોલીસ મથકના પીઆઈ કે.. બી. ઝાલાના જણાવ્યાં મુજબ અંકિત બાઈક પર આવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ-વલસાડઃ ટૂંકા વસ્ત્રોમાં 4 'સ્પા સુંદરીઓ' મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઝડપાઈ, વડોદરામાં સ્પામાં કરે છે કામ, પોલીસ પણ શરમાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં અને પછી..

આ પણ વાંચોઃ-મોરબીઃ વિચિત્ર અકસ્માતનો live video,ખાખરાળામાં ચાલું ટ્રકમાંથી ટાયર નીકળી દૂકાનમાં ઘૂસી ગયું, લોકોનો આબાદ બચાવ

ત્યારે વેસુ ચાર રસ્તા નજીક પોલીસની વાન સાથે ભટકાયો હતો. તેને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. જો કે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અંકિતને બાઈક બરાબર ચલાવતા આવડતી નહી હોવાનું સામે આવ્યું છે.
" isDesktop="true" id="1107142" >



આ ઉપરાંત સમગ્ર મામલાની જાણ તેના પરિજનોને કરાઈ હતી. જો કે સુરતમાં રહેતા કાકા-કાકીએ સમગ્ર ઘટનાની જાણ અંકિતના માતા-પિતાને કરી હતી. જેથી ઉત્તરપ્રદેશથી તેના માતા-પિતા સુરત આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Police van, Police van accident, Road accident, અકસ્માત, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन