Home /News /south-gujarat /

સુરતનો ચેતવણી રૂપ કિસ્સોઃ સંબંધથી સગીરા ગર્ભવતી બનતા બંનેએ લગ્ન કર્યા, મતાા બન્યા બાદ પતિએ તરછોડી

સુરતનો ચેતવણી રૂપ કિસ્સોઃ સંબંધથી સગીરા ગર્ભવતી બનતા બંનેએ લગ્ન કર્યા, મતાા બન્યા બાદ પતિએ તરછોડી

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

surat news: સગીરાને કરિયાણાની દુકાનદારના પુત્રએ પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર બળાત્કાર કર્યો હતો. તેમજ સગીરા ગર્ભવતી બનતા તેની સાથે લગ્ન કર્યા બાદ સગીરા ડિલેવરી માટે પિયરમાં મોકલી આપ્યા પછી ચારિત્ર્ય ઉપર શંકા કરી તેને લઈ જવાની ના પાડી હતી.

વધુ જુઓ ...
સુરતઃ શહેરમાં પરિણીતાઓ અને બાળાઓ ઉપર દુષ્કર્મની (molestation case) ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે વધુ એ દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. સુરતના (surat) ચોકબજારના ફૂલવાડી વિસ્તારમાં રહેતી કિશોરીએ ગતરોજ ચોકબજાર પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર તેણીની સાથે બળાત્કાર કર્યો હતો. જોકે આ દરમિયાન તે ગર્ભવતી (girl pregnant) થઇ જતા આખરે બંનેએ લગ્ન કરી (Marriage) લીધા હતા. લગ્ન બાદ સગીરા ડીલેવરી માટે પોતાના પિયર ગઈ હતી.

જોકે ત્યારબાદ તેણીના પતિએ તેના ચારિત્ર્ય પર શંકા કરી તેને એલફેલ બોલી મહેણાંટોણાં મારતો હતો અને બાદમાં તેણીને પરત લઇ જવાની ના પડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ ચોકબજાર, પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેણીના પતિ સામે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોકબજાર ફુલવાડી વિસ્તારમાં રહેતી સગીરાને કરિયાણાની દુકાનદારના પુત્રએ પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર બળાત્કાર કર્યો હતો. તેમજ સગીરા ગર્ભવતી બનતા તેની સાથે લગ્ન કર્યા બાદ સગીરા ડિલેવરી માટે પિયરમાં મોકલી આપ્યા પછી ચારિત્ર્ય ઉપર શંકા કરી તેને લઈ જવાની ના પાડી હતી.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

ફુલવાડી ભરીમાતા રોડ મદીના મસ્જીદની સામે રહેતા મહમંદ અનસ ખલીલ સીદીકીએ તેના પિતાની કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા આવતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.અનસ સીદ્દીકીએ સગીરાને તેની સાથે લગન્ કરવાની લાલચ આપી તેની મરજી વિરુધ્ધ એક વર્ષ દરમ્યાન અવાર નવાર બળાત્કાર કર્યો હતો.

આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

જેના કારણે સગીરા ગર્ભવતી બનતા ગત તા 31 જાન્યુઆરી 2021ના રોજ સમાજના રીત રીવાજ મુજબ તેની સાથે નિકાહ કર્યા હતા. અનસ સી્દીકીએ સગીરાને તેના પિયરમાં ડિલેવરી કરવા મોકલી આપી હતી. સગીરાને ત્રણ માસનો બાળક થવા આવ્યો છતાંયે અનસ સીદ્દીકે તેના ચારિત્ર્ય ઉપર શંકા કરી તેને પરત ઘરે લઈ જવાની ના પાડી તરછોડી દીધી હતી.


બનાવ અંગે સગીરાના પરિવારે ફરિયાદ નોધાવતા પોલીસે મહમંદ અનસ ખલીલ સદ્દીકી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને અટકાયત કરી  કોરોના ટેસ્ટ કરાવ્યો છે. કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Published by:ankit patel
First published:

Tags: Minor girl, ગુજરાત, ગુનો, બળાત્કાર, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन