Home /News /south-gujarat /

સુરતઃ 'હું મિત્રની બર્થ ડે પાર્ટીમાં છું થોડીવારમાં ઘરે આવી જઈશ', વિધવા માતાનો એકનો એક પુત્ર ગુમ

સુરતઃ 'હું મિત્રની બર્થ ડે પાર્ટીમાં છું થોડીવારમાં ઘરે આવી જઈશ', વિધવા માતાનો એકનો એક પુત્ર ગુમ

પ્રતિકાત્મક તસવીર

surat news: બહેન ફોન કરતા હું મીત્રની બર્થ ડે પાર્ટીમાં છું અને થોડી વારમાં ઘરે અવી જઈ કહેવા માતા-દીકરી બંને સુઈ ગયા હતા.  જાકે બીજા દિવસે સવારે પણ નહી આવતા તેઓ ચિંતામાં મુકાયા હતા અને ફરીથી ફોન કરતા અક્ષયે હું આવુ તેમ કહી ફોન કટ કર્યા હતો.

વધુ જુઓ ...
સુરતઃ શહેરના લિંબાયત (Limbayat) શિવાજીનગરમાં (shivaji nagar) રહેતા શ્રમજીવી મહિલાનો 17 વર્ષીય પુત્ર અઠવાડિયા અગાઉ મિત્રની બર્થ ડે પાર્ટીમાં (Friend birthday Party) જવાનું કહી ઘરેથી નીકળયા બાદ પરત નહી આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવારજનોએ આ મામલે પડોશી સહિત સગાસંબંધીઓની પૂછપરછ કરી હતી. છતાં પણ પુત્રની કોઈ ભાળ નહી મળતા આખરે પોલીસ ફરિયાદ (Police complaint) નોધાવી હતી. જેથી સમગ્ર મામલે પોલીસે અપહરણનો (Kidnapping) ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત શિવાજી નગર ગલી નં-૩માં છેલ્લા ત્રણ મહિનાથી ભાડાના મકાનમાં રહેતા રત્નાબેન સદામ રામદાસ કુંમાવત (ઉ.વ.38)ના પતિનું ચાર વર્ષ પહેલા કેન્સરની બિમારીના કારણે અવસાન થતા જરી મજૂરીકામ કરી બે સંતાનનું ભરણપોષણ કરે છે.

રત્નાબેનની 20 વર્ષની દીકરી દીવ્યાબેન હીરા મજુરી કામ જયારે 17 વર્ષીય પુત્ર અક્ષય ડિંડોલી ઓમનગરમાં આવેલ રંગીલા કેફેમાં બીલ બનાવવાની નોકરી કરે છે. ગત તા 1લી જુલાઈના રોજ અક્ષય રાત્રે જમીને દસેક વાગ્યે આવુ છું હોવાનુ કહીને ઘરમાંથી નિકળયો હતો.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

બાર વાગ્યા સુધી પરત નહી આવતા તેની બહેન ફોન કરતા હું મીત્રની બર્થ ડે પાર્ટીમાં છું અને થોડી વારમાં ઘરે અવી જઈ કહેવા માતા-દીકરી બંને સુઈ ગયા હતા.  જાકે બીજા દિવસે સવારે પણ નહી આવતા તેઓ ચિંતામાં મુકાયા હતા અને ફરીથી ફોન કરતા અક્ષયે હું આવું તેમ કહી ફોન કટ કર્યા હતો.

અક્ષય સાથે વાત થયા બાદ માતા- દીકરીઍ પોતાના કામના સ્થળે ગયા હતા. જાકે સાંજે છ વાગ્યે ઘરે આવ્યા ત્યારે પણ અક્ષય ઘરે મળી આવ્યો ન હતો અને ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતા પડોશી, સોસાયટીના લોકો તેમજ સગાસંબંધીઓની પૂછપરછ કરવા છતાંયે કોઈ ભાળ મળી ન આવતા આખરે ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે રત્નાબેનની ફરિયાદ લઈ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Birthday party, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन