Home /News /south-gujarat /સુરત : આંગલધરા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે જ મોત

સુરત : આંગલધરા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે જ મોત

મહુવા અકસ્માતમાં ત્રણ લોકોના મોત

અનાવલથી ભીનાર જતા રોડ પર આંગલધરા ગામ પાસે અના કાકાબળિયા દેવ મંદર પાસેથી બાઈક પર ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા, ત્યારે...

    કેતન પટેલ, સુરત : રાજ્યમાં અકસ્માતની ભરમાર સર્જાઈ છે. રોજે-રોજ રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. કોરોનાકાળમાં લોકડાઉનના પગલે અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ જેમ છૂટ છાટ મળતી ગઈ તેમ ફરી એકવાર રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. વાહન ચાલકની એક નજીવી ભૂલને પગલે લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. ત્યારે આવી જ રોડ અકસ્માતની ઘટના સુરતના મહુવા તાલુકાથી સામે આવી છે. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા બાઈક ચાલકો રોડ પર પટકાયા હતા, જેમાં બે લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર માટે લઈ જતા સમયે મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો સંભાળી લીધો છે.

    આ પણ વાંચો - જુનાગઢ: ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, કોંગી મહિલા સભ્ય કાંતાબેન અને દીયરનું મોત, મૃતદેહ ટાયરમાં ફસાયો

    વિગતે ઘટનાની વાત કરીએ તો, અનાવલથી ભીનાર જતા રોડ પર આંગલધરા ગામ પાસે અના કાકાબળિયા દેવ મંદર પાસેથી બાઈક પર ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા, ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બાઈકને ટક્કર વાગી હતી, સાથે કાર પણ રસ્તાની બાજુમાં ઉતરી પડી હતી. આ અકસ્માત ફૂલ સ્પીડે થયો હતો, જેને પગલે બે બાઈક સવારના તો સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. આમ ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

    આ પણ વાંચોજામનગર: કંપારી છૂટી જાય તેવી ઘટના, ત્રણ માસૂમ સંતાનોને કુવામાં ફેંકનાર જનેતાની હત્યાના ગુનામાં અટકાયત

    ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે એમ્બ્યુલન્સની ટીમ પણ સ્તળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાની માહિતી મેળવી મૃતકોને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. સાથે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી છે. આ અકસ્માતમાં બાઈકના ફૂરચા ઉડી ગયા હતા, જ્યારે કારને પમ પાછળની સાઈડે થોડુ નુકસાન થયું છે. પોલીસ હવે અકસ્માત કેવી રીતે સર્જાયો અને કોની ભૂલથી આ ઘટના બની તે મામલે પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bike accident, Mahuva, Road accident, Surat news, Three killed

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन