Home /News /south-gujarat /સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ
સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ
હુમલો કરતા અસામાજિક તત્વોની તસવીર
બે દિવસ પહેલાએક યુવક એક 18 વર્ષથી નીચેની વયની છોકરી લઈને આવ્યો હતો. અને હોટલમાં રૂમ માંગતો હતો. આમ ધવલ અકબરીએ તેમને ધમકી આપી હતી કે, જો રૂમ નહીં આપે તો હોટલ નહીં ચાવલા દઈએ.
સુરતઃ સુરતના પલસાણા હાઇવે (Palsana highway) ઉપર આવેલી જે.ડી. રેસ્ટોરન્ટમાં (Attack on Restaurant) ધોળા દિવસે અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવાની ઘટના બની હતી. આશરે 5થી 6 ગાડીઓ ભરીને આવેલા 20થી 25 અસામાજિક તત્વોએ (Antisocial elements) રેસ્ટોરન્ટ ઉપર હુમલો કર્યો હતો. લાકડી, પાઈપ, તલવાર જેવા ઘાતક હથિયારો (Attack with Lethal weapons) વડે હુમલો કર્યો હતો. અને 50થી 60 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઈન સહિત ત્રણ મોબાઈલની પણ લૂંટ (loots) ચલાવી હતી. આ ઘટના બાદ કડોદરા પોલીસ સ્ટેશનનો (kadodara police station) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા થયેલા વિવાદના પગલે આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઘાતક હથિયારો વડે 20થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ કર્યો હુમલો મળતી માહિતી પ્રમાણે સુરતના પલસાણા-કડોદરા હાઈવે ઉપર જે.ડી. રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટમાં આજે ધોળા દિવસે 5થી 6 ગાડીઓ ભરીને 20થી 25 જેટલા અસામાજિક તત્વો આવી પહોંચ્યા હતા. અને ગાડીમાં રાખેલા લાકડી, લોખંડની પાઈપો અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે તાડતોબ હુમલો કરવા લાગ્યા હતા.
રોકડ, સોનાની ચેઈન, ત્રણ મોબાઈલની પણ લૂંટ આ ઉપરાંત પથ્થરોથી પણ હોટલના કાચ તોડ્યા હતા. અને ફૂલ છોડના કૂંડાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અસામાજીક તત્વોના ટોળાએ થોડી ક જ ક્ષણોમાં હોટલમાં તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં હોટલના કેશ કાઉન્ટરમાંથી 50-60 હજાર રૂપિયા રોકડા, હોટલ માલિકના પાર્ટનરની સોનાની ચેઈન અને ત્રણ મોબાઈલની લૂંટ ચલાવી હતી.
બે દિવસ પહેલા રૂમ રાખવા અંગે થઈ હતો વિવાદ હોટલ માલિક દિલીપસિંહ રાજપૂતના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા ધવલ અકબરી નામનો યુવક એક 18 વર્ષથી નીચેની વયની છોકરી લઈને આવ્યો હતો. અને હોટલમાં રૂમ માંગતો હતો જોકે, 18 વર્ષથી નીચેની યુવતી હોવાથી રૂમ આપ્યો ન હતો. આમ ધવલ અકબરીએ તેમને ધમકી આપી હતી કે, જો રૂમ નહીં આપે તો હોટલ નહીં ચાવલા દઈએ. ત્યારબાદ આજે 5થી 6 ગાડીઓ લઈને આવ્યા હતા અને હોટલમાં તોડ ફોડ કરીને લૂંટ ચલાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોટલના કેસ કાઉન્ટરમાંથી 50થી 60 હજાર રૂપિયા રોકડા તેમન પાર્ટનરની સોનાની ચેઈન અને ત્રણ મોબાઈલ લૂંટીને ફરાર થયા હતા. સાથે સાથે હોટલમાં મોટા પ્રમાણમાં તોડફોટ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. એક કર્મચારીને હાથમાં અને અન્યોને ઈજાઓ પણ પહોંચી હતી.
" isDesktop="true" id="1108376" >
પાંચ લાખ લેવા માટે બ્લેકમેઇલ કરવાનો હોટલ માલિકનો આરોપ તેમણે વધુમાં જણાવ્યું કે થોડા દિવસ પહેલા ધવલ અકબરીએ તેમને વોટ્સએપ કોલ કરતો હતો અને એ ના ઉપાડતા ધમકી આપવા લાગ્યો હતો. કે પાંચ લાખ રૂપિયા નહીં આપે તો હોટલ નહીં ચાલવા દઈએ અને બ્લેક મેઇલ પણ કરતો હતો. ઘટની જાણ થતાં કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.