સુરત: વેપારી યુવાનનો Live અપહરણ Video, 3 કરોડની માંગી હતી ફિરોતી, પોલીસે છોડાવ્યો

સુરત: વેપારી યુવાનનો Live અપહરણ Video, 3 કરોડની માંગી હતી ફિરોતી, પોલીસે છોડાવ્યો
અપહરણકારોના ચૂંગલમાંથી વેપારીનો છૂટકારો

યુવકનના અપહરણ બાદ પોલીસે સીસીટીવી અને અન્ય બાતમીના આધારે અપહરણકારોને ઝડપી લઈને યુવકને હેમખેમ છોડાવી લીધો

  • Share this:
સુરતઃ અસામાજિક તત્વોનો સુરત (Surat)માં આતંક વધી રહ્યો હોય તેમ ખંડણીની ધમકીઓ અને અપહરણની ઘટનાઓ છાસવારે બની રહી છે. ત્યારે સુરતમાં વધુ એક ખંડણી માટે અપહરણ કર્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તુરંત એક્શનમાં આવી યુવા વેપારીને અપહરણકારોના ચૂંગલમાંથી છોડાવી લીધો છે. મહત્વની વાત એ છે કે, આ અપહરણના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પોલીસને મળી આવ્યા હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી યુવા વેપારીને છોડીવી દીધો છે.

તમને જણાવી દઈએ કે, સરતના ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા સ્કુલ બેગના વેપારીનો પુત્ર (School bag dealer) આજે સવારે જીમમાં (GYM) જઇ રહ્યો હતો. ત્યારે કારમાં ઘસી આવેલા ત્રણથી ચાર જણાએ વેપારીના પુત્રનું કારમાં અપહરણ (dealer Kidnapping) કરી ભાગી ગયા હતા. અપહરણ કર્યા બાદ વેપારીના મોબાઇલથી તેના પરિજનોને જાણ કરતા ચોંકી ગયા હતા અને તુરંત જ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં 3 કરોડની ખંડણી (3 crore ransom) માટે વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે સીસીટીવી ફુટેજના (CCTV footage) આધારે તપાસ હાથ ધરી છે. ભટાર રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે.સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, વેપારી પુત્ર સવારે જીમ જતો હતો. તે દરમિયાન કૃષ્ણકુંજ સોસાયટી સામેથી નીકળ્યો ત્યારે જ અપહરણકારો કાર સાથે ધસી આવ્યા હતા. કારમાં આવેલા અપહરણકારોએ બાઈકને ટક્કર મારી નીચે પાડી દીધો અને યુવકનું કારમાં અપહરણ કર્યું હતું. સવારે છથી સાત વાગ્યાના અરસામાં અપહરણની ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ દોડી આવી હતી. ત્યારબાદ ક્રાઈમબ્રાન્ચની ટીમ અને ઉમરા પોલીસે સંયુક્ત તપાસ હાથધરી અપહરણકારોના ચૂંગલમાંથી યુવાનને છોડાવી દીધો છે.સમગ્ર અપહરણ ૩ કરોડની ખંડણી માંગીને કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. યુવક ઘરથી જીમ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. તે દરમિયાન ઘરથી સાત મીટર દૂરના અંતરેથી રસ્તામાં આંતરીને બાઈકને સાઈડમાં કરીને અપહરણકારો ફોર વ્હિલર કારમાં અપહરણ કરી ગયા હતાં. અપહરણ સ્થળેથી યુવકનું બાઈક અને બૂટ પણ મળી આવ્યાં હતાં. ખોજા સમાજના વેપારી અને બેગના હોલસેલરના પુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચો સુરત : મજાક-મજાકમાં મિત્રો વચ્ચે હંસવામાંથી ખસવું, ઝગડો હિંસક બનતા મિત્રએ ચપ્પુ હુલાવી દીધુ

હાલ પોલીસના ડીસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે તપાસ કરી છે. અપહરણકારો એ સમગ્ર અપહરણ ૩ કરોડની ખંડણી માંગીને કર્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી. યુવકનના અપહરણ બાદ પોલીસે સીસીટીવી અને અન્ય બાતમીના આધારે અપહરણકારોને ઝડપી લઈને યુવકને હેમખેમ છોડાવી લીધો. યુવાન વેપારી હોલસેલ સ્કૂલ બેગ સાથે અનેક પ્રકારની એજન્સીઓ ધરાવે છે. વ્યાપાર ધંધો સારો હોવાથી મોટી રકમ મળી આવવાની આશાએ અપહરણ કરવામાં આવયું હતું.
Published by:kiran mehta
First published:January 28, 2021, 21:02 pm

ટૉપ ન્યૂઝ