Home /News /south-gujarat /સુરત : રીક્ષા ચાલકો વચ્ચે જાહેરમાં Live મારા મારી Video, 3 લોકો લાકડીઓ લઈ તૂટી પડ્યા

સુરત : રીક્ષા ચાલકો વચ્ચે જાહેરમાં Live મારા મારી Video, 3 લોકો લાકડીઓ લઈ તૂટી પડ્યા

રીક્ષા ચાલકો વચ્ચે મારા મારી

વીડિયો વાયરલ - કિમ ખાતે રીક્ષા ચાલકો વચ્ચે કોઈક કારણસર બોલાચાલી થઈ હતી, જે થોડી વાર પછી ઉગ્રસ્વરૂપ પકડતા વાત મારામારી સુધી પહોંચી ગઈ

કેતન પટેલ, સુરત : શહેર બાદ હવે જિલ્લામાં પણ લોકોને પોલીસની કે કાયદાની બીક ન રહી હોય તેમ લાગી રહ્યું છે. હત્યા, જોહેરમાં મારા મારી જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેમ નાની નાની વાતે લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના કીમ ખાતે જોવા મળ્યો છે. જેમાં રીક્ષા ચાલકો કોઈ કારણસર જાહેરમાં મારા મારી કરે છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કીમ ખાતે રસ્તા પર એક રીક્ષા ચાલકને રોકવામાં આવે છે. અને ત્રણ ઈસમો લાકડીઓ લઈને અચાનક તેને આંતરી માર મારવા લાગે છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. લાકડીઓના ફટકા મારી એક રીક્ષા ચાલકને અન્ય ત્રણ રીક્ષા ચાલક માર મારી ઈજાગ્રસ્ત કરી નાખે છે. આ મામલે પોવલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો - સુરતમાં ડોક્ટરની બેદરકારી? 'દીકરીએ જન્મતા સાથે માતાની છત્રછાયા ગુમાવી, અંતિમ સમયે પાણી માટે તડપી'

વિગતે ઘટનાની વાત કરીએ તો, કિમ ખાતે રીક્ષા ચાલકો વચ્ચે કોઈક કારણસર બોલાચાલી થઈ હતી, જે થોડી વાર પછી ઉગ્રસ્વરૂપ પકડતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં, એક રીક્ષા ચાલકને લાકડાના સપાટાથી મારમારતા વાતારણ તંગ બન્યું હતું. જેનો એક વીડિયો વાયરલ થયો છે.



વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ત્રણ લોકો ભેગા મળીને જાહેર રોડ પર એક યુવકને લાકડાના સપાટા મારી રહ્યા છે. આ રીક્ષા ચાલકને મારમારી તેની રીક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ મારામરીમાં બે ઈસમો ઘાયલ થયા છે અને મામલો પોલીસ સ્ટેશને પહોંચતા. પોલીસે ફરિયાદ અને વિડીઓને આધારે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોમોરબી : 'નાના બાળકનો હાથ કેમ મચકોડો છો', 'બાળકને બચાવવા જતા ભરવાડે હથિયારોથી મિત્રને રહેંસી નાખ્યો'

પોલીસના જણાવ્યા અનુસાર, રીક્ષા ચાલકો વચ્ચે કોઈ અંગત કારણોસર બોલાચાલી બાદ મારા મારી થઈ હતી. આ મામલે પીડિતની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે વીડિયોના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ટુંક સમયમાં આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તને સામાન્ય ઈજા થતા તેમને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.
First published:

Tags: Surat news

विज्ञापन