સુરત : કામરેજના કોળી ભરથાણાના ફાર્મ હાઉસમાં જુગારધામ પર દરોડો, વરાછાના સંજય પટેલ સહિત 6 ઝડપાયા

સુરત : કામરેજના કોળી ભરથાણાના ફાર્મ હાઉસમાં જુગારધામ પર દરોડો, વરાછાના સંજય પટેલ સહિત 6 ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

પોલીસને બાતમી મળી હતી કે, બહારથી લોકોને બોલાવી અલગ અલગ દરના પ્લાસ્ટિકના કોઈન આપી જુગાર રમાડે છે.

 • Share this:
  કેતન પટેલ, બારડોલી: સુરત જિલ્લા LCBની ટીમે કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ પકડી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ 37.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા LCBની ટીમ કામરેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કોળી ભરથાણા ગામની હદમાં આવેલા ફાર્મહાઉસમાં માલિક સંજયભાઈ ધરમશીભાઈ પટેલ ( રહે સાધના સોસાયટી, વરાછા રોડ, સુરત) બહારથી લોકોને બોલાવી અલગ અલગ દરના પ્લાસ્ટિકના કોઈન આપી જુગાર રમાડે છે.  આ પણ વાંચોસુરત : જમીન મુદ્દે તણાવમાં મહિલાએ ઝેર પીતા મોત, અડાજણના બિલ્ડર સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

  આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારી જુગાર રમી રહેલા સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં રહેતા સંજય ધરમશી પટેલ, વરાછાની અંકુર સોસાયટીમાં રહેતો મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામના શૈલેષ મનુ પટેલ, ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે રહેતા જહીરુદ્દીન કમારુદ્દીન શેખ, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રામજીકૃપા સોસાયટીમાં રહેતા રવજી નાગજી પટેલ, મોટા વરાછાની સુખન સોસાયટીમાં રહેતો પ્રકાશ બાબુ પટેલ, વરાછાની વિક્રમ નગર સોસાયટીમાં રહેતા જોગેન્દ્ર ભીમજી પટેલને પકડી લીધા હતા.

  આ પણ વાંચો - માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના: 3 વર્ષના બાળકે 8 મહિનાના ભાઈ પર ચલાવી ગોળી, માસૂમનું મોત

  પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 3 લાખ 44 હજાર 220, સાત મોબાઈલ ફોન કિંમત રૂ. 1 લાખ 5 હજાર, પાંચ કાર કિંમત રૂ.33 લાખ મળી કુલ 37 લાખ 49 હજાર 220નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
  Published by:kiran mehta
  First published:April 11, 2021, 19:20 pm

  ટૉપ ન્યૂઝ