સુરત : હદ થઈ ગઈ, હોસ્પિટલમાં નોકરીના બીજા જ દિવસે મહિલા કર્મીએ પાંચ લાખનો હાથફેરો કર્યો

સુરત : હદ થઈ ગઈ, હોસ્પિટલમાં નોકરીના બીજા જ દિવસે મહિલા કર્મીએ પાંચ લાખનો હાથફેરો કર્યો
હોસ્પિટલમાં મહિલાકર્મીએ કરી ચોરી

ડોક્ટરે છેલ્લા છ સાત મહિનાના આવકના ભેગા થયેલા અંદાજિત સાડા ચાર લાખથી પાંચ લાખ જેટલા રૂપિયા વીસેક દિવસ પહેલા જ કબાટમાં મુક્યા હતા

  • Share this:
સુરત : ઉન શાકભાજી માર્કેટ પાસે આવેલ અર્શ હોસ્પિટલના પહેલા માળના બેડરૂમમાંથી છ-સાત મહિનાની આવકના ભેગા થયેલા રૂપિયા ૪.૫૦ લાખથી ૫ લાખ જેટલી રકમ કોઈ અજાણ્યો લોખંડની તિજારીમાંથી ચોરી કરી નાંસી ગયો હતો. ચોરીના બનાવના ગણતરીના કલાકો બાદ બે દિવસ પહેલા જ સફાઈ કામદાર તરીકે નોકરી પર લાગેલ મહિલાઍ પણ નોકરી પર આવવાનું બંધ કરી દીધુ હતુ, તેમજ ડોકટર સહિત સ્ટાફના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા ચોરીમાં તેનો હાથ હોવાની આશંકા ડોકટરે પોલીસ ફરિયાદમાં કરી છે.

બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, ઉન શાકભાજી માર્કેટ ચાચા સ્કુલની સામે અર્શ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલના ડોકટર ઈકબાલ બાબુસીંગ બનખાન (ઉ.વ.૩૯) હોસ્પિટલના પહેલા માળે જ ભત્રીજા સદામ અને મોહસીન સાથે રહે છે. ડો. ઈકબાલ જ હોસ્પિટલનું મેનેજમેન્ટ કરે છે. હોસ્પિટલમાં પાંચ ડોકટર, ઍક નર્સ અને સફાઈ કામદારમાં બે મહિલાઓ રાખી છે જેમાં પરવીન ઐયુબ શેખ (રહે, ભેસ્તાન આવાસ)નામની મહિલાને ડો.,ઈકબાલે તેના ઓળખીતા ડો. મુસ્તાકની ભલામણથી ગત તા ૪ ઍિ­લના રોજ નોકરી પર રાખી હતી.આ પણ વાંચોસુરત : ટ્રેનમાં મોબાઈલ ચોરવાનું ભારે પડ્યું, લોકોએ મેથીપાક આપી, પગ બાંધી લટકાવ્યો ઊંધો - Video

આ દરમિયાન ડો. ઈકબાલ બનખાને છેલ્લા છ સાત મહિનાના આવકના ભેગા થયેલા અંદાજિત સાડા ચાર લાખથી પાંચ લાખ જેટલા રૂપિયા વીસેક દિવસ પહેલા જ હોસ્પિટલના પહેલા માળે આવેલા તેના બેડરૂમના કબાટમાં મુક્યા હતા, તે રૂપિયા ગત તા ૬થીના રોજ કોઈ અજાણ્યો લોખંડની તિજારીનું લોક તોડી ચોરી કરી નાસી ગયો હતો.

આ પણ વાંચોસુરત : કામરેજ નજીક ક્રેટા કાર સળગેલી હાલતમાં મળી, કારમાં એક વ્યક્તિ ભડથું થઈ ગયો

ચોરીના બનાવ બાદ પરવીન શેખ પણ નોકરી પર આવવાનું બંધ કરી દીધુ હતુ. તેમજ ડો, ઇકબાલના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. ડો, ઈકબાલને આશંકા છે કે, ચોરીમાં પરવીન શેખની હાથ છે અને ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં પણ પરવીન શેખ સામે શંકા વ્યકત કરી છે, પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:April 14, 2021, 18:50 pm

ટૉપ ન્યૂઝ