સુરત : શહેરમાં મહિલા અને બાળકીઓ સાથેના અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. નરાધમો નાની બાળકીઓને પણ હવસનો શિકાર બનાવતા અચકાતા નથી. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવી જ એક બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં એક કિશોરીને ભોળવી તરૂણ યુવકે કિશોરીને ગર્ભવતી બનાવી દીધી છે, આ વાતની જાણ માતા પિતાને થતા તેમના માથે જાણે આભા તૂટી પડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સરથાણાના લસકાણા વિસ્તારમાં રહેતું દંપતી મંજૂરી કામે જતા ત્યારે તેમની દીકરીને સાથે લઇ જતા હતા. આ દરમિયાન ઍક તરુણે તેને લલચાવી વાતોમાં ભોળવી લીધી હતી અને બાદમાં તેની સાથે શારીરિક સબંધ બાંધી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. કિશોરી ગર્ભવતી હોવાની જાણ થતા આખરે તરૂણ તેને છોડીને ભાગી ગયો હતો. આ વાતની જાણ કિશોરીના માતા-પિતાને થતા તેઓના પગ તળેથી જમીન ઘસી ગઇ હતી. બનાવને પગલે તેઓઍ સરથાણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતે ઘટનાનીવાત કરીએ તો, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ લસકાણા ખાતે રહેતું દંપતી છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દંપતીને સંતાનમાં ૧૩ વર્ષની દીકરી પણ છે. તેઓ જયારે મજૂરી કામે જતા તો દીકરી નાની હોવાથી તેણીને સાથે લઇ જતા હતા. લસકાણાના મારુતિનગરમાં તેઓ કામે જતા હતા ત્યાં જ ઍક વિકાસ નામનો તરૂણ પણ કામ કરતો હતો. વિકાસે સમયનો લાભ ઉઠાવી કિશોરી સાથે વાતો કરી લેતો હતો અને બાદમાં તેણીને લાલચ આપી લલચાવી ઍકલતાનો લાભ લઇ તેણીની સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો અને કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી.
કિશોરી ગર્ભવતી હોવાની જાણ થતા આખરે વિકાસને થતા તેણીને તરછોડી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે કિશોરીને પેટમાં દુખાવો થતા તેના માતા-પિતા હોસ્પિટલ લઇ જતા તે પ્રેગ્નનન્ટ હોવાનું અને ત્રણ માસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આખરે ભોગ બનનાર કિશોરીના માતા-પિતાઍ સરથાણા પોલીસને જાણ કરતા પોલીસે કિશોરીની પૂછપરછ કરી વિકાસ સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં સતત યુવતી ઓને પ્રેમ જાળમાં ફસાવી તેમની સાથે લગ્ન નામે ગર્ભવતી બનાવી છોડી મુકવાની આ પહેલી ઘટના નથી, ત્યારે પોલીસ આ નરાધમ યુવકને ક્યારે પકડી જેલના સળિયા પાછળ મોકલી આપે તે જોવાનું રહ્યું.