સુરત ગડોદરા હત્યા મામલો: પતિએ પત્નીને માર મારી બેભાન કરી ટ્રેક પર સુવડાવી દીધી, મહિલાનું ટ્રેન નીચે કપાઈ જતા મોત

સુરત ગડોદરા હત્યા મામલો: પતિએ પત્નીને માર મારી બેભાન કરી ટ્રેક પર સુવડાવી દીધી, મહિલાનું ટ્રેન નીચે કપાઈ જતા મોત
પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો

પ્રેમી સાથે ભાગી ગયેલી પત્ની ઉના ખાતે હોટલમાં હોવાનું જાણ થતા પતિ પત્ની અને પ્રેમીને સુરત લઈ આવ્યો હતો, અને...

  • Share this:
સુરત : શહેરમાં હત્યા, લૂંટ, રેપ જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેમ રોજે-રોજ પોલીસે ચોંપડે ક્રાઈમની ઘટનાઓ નોંધાઈ રહી છે. શહેરના ગડોદરામાં ઘર છોડીને પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાની હત્યાને મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘટનામાં પતિએ જ પત્નીને માર મારી તેને બેભાન કરી રેલવે ટ્રેક પર સુવડાવી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ ચાર મહિના પહેલા પતિએ પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી, તેવામાં પતિને ખબર પડી કે પત્ની પોતાના પ્રેમી સાથે એક હોટલમાં રોકાઈ છે. તો પતિ તથા બનેવી પરિણીતાને પકડી સુરત લાવ્યા, અને પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ આવેશમાં આવી હુમલો કર્યો ત્યારબાદ બેભાન પત્નીને રેલવેના પાટા પર મુકી દીધી, જેમાં ટ્રેન નીચે કપાઈ જતી પરિણીતાનું મોત થયું હતું.આ પણ વાંચોસુરત : ડિંડોલીમાં જાહેરમાં માથાભારે યુવકની હત્યા, પવન અને વીરૂએ ચપ્પાના ઘા માર્યા અને...

વિગતે ઘટનાની વાત કરીએ તો, પ્રેમી સાથે ભાગી ગયેલી પત્ની ઉના ખાતે હોટલમાં હોવાનું જાણ થતા પતિ અને પરિવારના લોકો ત્યાં પહોંચ્યા પરિણીતા તથા તેના પ્રેમીને લઈ સુરત આવ્યા હતા. ઘરે આવ્યા બાદ પત્નીએ પ્રેમી સાથે રહેવાની જીદ પકડી, આ બાબતે પતિએ ગુસ્સે થઈ પત્નીને દિવાલે ભટકાવી જેમાં પરિણીતા બેભાન થઈ ગઈ. ત્યારબાદ પતિ અને બનેવીએ રાત્રે ભેગા થઈ બેભાન અવસ્થામાં રહેલી પરિણીતાને રેલવે ટ્રેક પર સુવડાવી દીધી. આ સમયે રાત્રે ટ્રેન આવતા મહિલાનું ટ્રેન નીચે કપાઈ જવાથી કમકમાટીભર્યું મોત થયાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચોભાવનગર: 'પુત્ર સાથે કરેલા ઝગડાનો ઠપકો આપવા ગયા', કુટુંબીના પરિવારે પુત્રોની સામે જ પિતાને રહેંસી નાખ્યા

પોલીસે આ મામલે પહેલા અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ તપાસ બાદ ચોંકાવનારો ખુલાસો થતા ગડોદરામાં રહેતા પતિ ભાવેશ કલસરીયા અને મદદગાર બનેવી વિરુદ્ધ ગુનો નોંધી પતિની ધરપકડ કરી લીધી છે. અવૈધ સંબંધમાં પતિએ જ હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યા બાદ ચાર મહિના પહેલાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
Published by:kiran mehta
First published:April 18, 2021, 22:56 pm

ટૉપ ન્યૂઝ