સુરત : આર્થિક તંગીએ બે યુવાનનો ભોગ લીધો, એકે ઉધનામાં તો બીજાએ ડિંડોલી આપઘાત કર્યો

સુરત : આર્થિક તંગીએ બે યુવાનનો ભોગ લીધો, એકે ઉધનામાં તો બીજાએ ડિંડોલી આપઘાત કર્યો
પ્રતિકાત્મક તસવીર

પરિવારનું ગુજરાત ચાલવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલા બે લોકોએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

  • Share this:
સુરત : શહેરમાં સતત કોરોના લઇને આર્થીક મુશ્કેલીમાં મુકલાયેલા અને પોતાના પરિવારનું ગુજરાત ચાલવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલા બે લોકોએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે બંને ઘટનામાં તપાસ શરુ કરી છે.

પ્રથમ ઉધના વિસ્તારની ઘટનાની વાત કરીએ તો, કોરોના મહામારી વચ્ચે લોકડાઉન બાદ સતત આર્થીક રીતે મુશ્કેલામાં મુકાયેલા અને જેમની નોકરી અથવા વેપાર બરાબર નથી ચાલતો તેવા પરિવારનું ભારણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા આવેશમાં આવીને સતત આપઘાત કરી રહ્યા છે. ત્યારે આજે ઉધના વિસ્તારમાં આવેલા ખરવરનગરમાં રહેતા હરિશચંદ્ર શંભુલાલ જરીવાલા ઉધના રોડ પર જાલર મશીન પર ફિરકા ભરવાનું મજુરી કામ કરતા હતા પણ, કોરોના મહામારી વચ્ચે તેમની નોકરી છૂટી ગઈ હતી, જેથી પરિવારની આર્થિક જરૂરિયાત પુરી નહીં કરી શકતા હોવાને લઈને સતત માનસિક તણાવમાં રહેતા હતા. આજે તેમણે આવેશમાં આવીને ઘરમાં કોઈ ન હતું ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણકારી મળતા પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડ્યો હતો, પોલીસે હાલમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોસુરતમાં TV સિરિયલ જેવી ઘટના: યુવાનને મારી ટુકડા કરી સળગાવવાનો પ્રયાસ, કબર ખોદી દાટી દીધો

જયારે બીજા બનાવમાં ડિંડોલીના નવાગામ ખાતે આવેલા જગદંબા નગરમાં રહેતા યુવરાજ રઘુનાથ માળી મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની હતો. આ યુવાન પરિવાર સાથે રહેતો હતો. જોકે લોકડાઉન બાદ નોકરીનું ઠેકાણુ ન પડતા સતત માનસિક તણાવમાં રહેતો હતો. પરિવારના ભરણપોષણ કરવા માટે પહેલા સંચા ખાતામાં કામ કરતો હતો, પણ કામ બરાબર ચાલતું ન હોવાથી તેને નાણાકીય તકલીફ પડતી હતી. જેને લઈએ તે માનિસક ટેન્શન સાથે નોકરીની શોધમાં હતો.

આ પણ વાંચોસુરત : મકાન ખરીદતા પહેલા સાવધાન! બ્રોસરમાં બતાવ્યો પાંચમો માળ, બિલ્ડર પિતા-પુત્રએ 1 કરોડ પડાવી લીધા

કેટલાક પ્રયત્ન બાદ પણ નિરાશા સાથે પરિવારનું ગુજરાન ચલાવવાનું હવે મુશ્કેલ થઈ ગયું હતું. આખરે આવેશમાં આવી પોતાના ઘરમાં લોખંડની પાઇપ સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણકારી પરિવારને મળતા પરિવાર પોલીસને જાણ કરતા ડિંડોલી પોલીસ તાતકાલિક બનાવ સ્થળ પર પહોંચ્યો હતો, અને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી, ત્યારે આ બંને ઘટનામાં પરિવારની આર્થિક જરૂરિયાત પુરી ન કરી શકનાર બે લોકોએ આપઘાત કરી લેતા બંને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Published by:kiran mehta
First published:March 28, 2021, 22:44 pm

ટૉપ ન્યૂઝ