surat news: સુરતના કેબલ બ્રિજ ઉપર પોતાની હોન્ડા સાઈન બાઈકની તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યાંથી પસાર થતા લોકો આ ઘટના જોઈ ને લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા હતા.
સુરતઃ શહેરમાં આજે ગુરુવારે સવારે અગિયારે વાગ્યાના આરસામાં કેબલ બ્રિજ ઉપરથી તાપી નદીમાં (tapi river) ઍમેઝોન કંપનીમાં પીકઅપ બોય (Amazon Company Pickup Boy) તરીકે નોકરી કરતા ઉધના યુવકે (Jump into river) ભુસ્કો માર્યો હતો. ફાયરના જવાનો દ્વારા ભારે શોધખોળ કરવા છતાંય હજુ સુધી યુવકની કોઈ ભાળ મળી નથી.
સુરતમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી ઉપરના બ્રીજ પરથી લોકો આપઘાત માટે તાપી નદીમાં છલાંગ મારતા હોય છે ત્યારે આજે સવારના સમયે એક યુવાને આપઘાત કરવા માટે કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ મારતા ચકચાર મચી જવા પામી હતી.
જોકે ઘટના જોનારા લોકોએ તાત્કાલિક આ મામલે આ વિભાગને જાણ કરી હતી સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર ખાતે રહેતો કુલદીપ એમેઝોન કંપની પીકપ હોય તરીકે નોકરી કરતો હતો કુલદીપ ઘરેથી આજે સવારે નોકરી પર જવા માટે નીકળ્યો હતો.
અને કેબલ બ્રિજ ઉપર પોતાની હોન્ડા સાઈન બાઈકની તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી આજે પસાર થતા લોકો આ ઘટના જોઈ ને લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા હતા 11 વાગ્યે મિનિટે આ ઘટનાની જાણકારી સુરત હાઈવે વિભાગને આપવામાં આવી હતી.
તાત્કાલિક ફાયર નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી જોકે પ્રથમ યુવક કોણ છે તેની ખબર ન પડતી પણ ગાડી અને તે સામાન્ય બ્રિજ પર મૂકીને ગયો તેના આધારે તપાસ કરતાં તેનું નામ ખૂલ્યું હતું.
તાપી નદીમાં શોધખોળ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે મને આ યુવકે પોતાના whatsapp સ્ટેટસ મૂકી અને મોતની છલાંગ મારી દીધો કે ફાયર વિભાગની કલાકોની મહેનત બાદ પણ કોઇ પત્તો મળ્યો ન હતો હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ અને ભાઈ વિભાગે આ યુવકના મૃતદેહને શોધખોળ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર