સુરતની નિષ્ઠુર જનેતા: કુંવારી માતા બનતા માસૂમને પાર્કિગમાં તરછોડી દીધું

સુરતની નિષ્ઠુર જનેતા: કુંવારી માતા બનતા માસૂમને પાર્કિગમાં તરછોડી દીધું
પોલીસે ગણતરીની કલાકોમાં નિષ્ઠુર જનેતાને શોધી કાઢી.

ભાઈ અને ભાભી સાથે રહેતી યુવતી કુંવારી માતા બની હતી, લગ્ન પહેલા પ્રેમ સંબંધનું પાપ છૂપાવવા માટે યુવતીએ નવજાતને તરછોડી દીધું હતું.

  • Share this:
સુરત: સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જન્મ બાદ બાળકોને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા ગોડાદરા વિસ્તાર (Godadara area)માં બાળકને કોઈ જનેતા તરછોડી (Newborn abandoned)ને ભાગી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે, પોલીસે (Surat police) આ કેસમાં ગણતરીના કલાકોમાં બાળકની માતાને શોધી કાઢી હતી. પ્રેમ સંબંધમાં કુંવારી યુવતી માતા બનતા પોતે પોતાનું પાપા છૂપાવવા માટે આવું કૃત્ય કર્યું હતું. પોલીસે આ કેસમાં બાળકીની માતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

બે દિવસ પહેલા સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા પ્રમુખ આરણ્ય બિલ્ડિંગના પાર્કિંગમાંથી ત્યજી દેવાયેલું નવજાત મળી આવતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી ગોડાદરા પોલીસને આપી હતી. સાંજ થતાની સાથે બિલ્ડિંગના રહેવાસીઓને પાર્કિંગમાં બાળક રડવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતા લોકોની નજર એક માસૂમ ઉપર પડી હતી. માસૂમને જોઈને સોસાયટીના લોકો ચોકી ઉઠ્યા હતા. આ ઘટના મામલે પહેલા પોલીસ અને ત્યાર બાદ 108 ઇમરજન્સી સેવાને જાણકારી આપી હતી.આ પણ વાંચો: 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને માસૂમ સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યું હતું. પોલીસને આ કેસમાં શંકા પડી હતી કે કોઈ માતાએ પોતાના લગ્ન જીવન પહેલા થયેલી ભૂલનું પાપ છૂપાવવા માટે બાળકને તરછોડી દીધું હોવું જોઈએ. પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકની માતાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે માસૂમને જે ઠેકાણે ત્યજી દેવામાં આવ્યું હતું તેની આજુબાજુ લોહીના ડાધના આધારે તપાસ કરતા માસૂમને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાને ગણતરીના કલાકમાં જ શોધી કાઢી હતી.

આ પણ વાંચો: 

પોલીસે માતાની પૂછપરછ કરતા યુવતીએ પોતે પ્રેમ સબંધમાં કુંવારી માતા બની હોવાનું જણાવ્યું હતું. જેના પગલે તેણીએ બાળકને તરછોડી દીધું હતું. આ યુવતી હાલ પોતાના ભાઈ અને ભાભી સાથે રહે છે. હાલ આ બાળક એક ખાનગી હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. માસૂમને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, હૉસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે તેણીની ધરપકડ કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:December 29, 2020, 11:26 am

ટૉપ ન્યૂઝ