દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : પોઝિટિવ કેસનો આંકડો 36,700ને પાર પહોંચ્યો


Updated: October 17, 2020, 3:07 PM IST
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : પોઝિટિવ કેસનો આંકડો 36,700ને પાર પહોંચ્યો
પ્રતિકાત્મક તસવીર

અગાઉ આવતા કેસની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી ઓછા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.

  • Share this:
ગુજરાતમાં ભારે ફફડાટ ફેલાવી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓછુ થયું છે. અગાઉ આવતા કેસની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી ઓછા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. મનપા તંત્રના અથાગ પ્રયાસને પગલે કોરોના ઉપર નિયંત્રણ મેળવવા ધીરેધીરે સફળતા મળી રહી છે. સાથે મુત્યુનું પ્રમાણ પણ નહિવત છે, રોજના ઘટતા જતા કેસો વચ્ચે આજે સુરતમાં નવા ૧૬૩ કેસ બહાર આવ્યા છે. જે સાથે સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા ૩૩,૬૧૨ ઉપર પહોંચી છે. જાકે, અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં નોધાયેલા કોરોના પોઝિટિવ  દર્દીઓની સંખ્યા ૩૬,૭૮૭ ઉપર પહોંચી છે. જયારે મરણાંક ૧૨૩૮ થયો છે.

સમગ્ર દેશમાં કોરોના ભારે હાહાકાર મચાવી રહ્યો છે. જેમાંથી ગુજરાત અને તેમાં ખાસ કરીને સુરતમાં પણ બાકાત રહ્નું નથી, રાજયમાં પ્રથમ કેસ પણ સુરતમાંથી માર્ચ મહિનામાં નોધાયો હતો. ત્યારબાદ તબક્કાવાર રીતે કોરોનાએ સમગ્ર ગુજરાત રાજયને પોતાના સંકજામાં ઝપેટી લીધો હતો. એક તબક્કે સુરતમાં કોરોનાનો એકદમ જોરદાર રાફડો ફાટ્યો હતો. શહેરના તમામ ઝોન વિસ્તારો થોક બંધ કેસો સપાટી ઉપર આવ્યા હતા. આ સાથે સાથે મરણાંક પણ તેજગતીથી વધવા લાગ્યો હતો.

મહેનત રંગ લાવી : 12 પાસ રિક્ષા ચાલકનો દીકરો NEETમાં લાવ્યો 602 માર્ક્સ, MBBSમાં લેશે પ્રવેશ

મમતા વગરનાં મા-બાપ? પ્રિમેચ્યોર બાળકીને હોસ્પિટલમાં તરછોડીને થઇ ગયા ગાયબ

સુરત કોરોના હોટસ્પોટ બનતા રાજયમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાંથી કોરોને કાબુમાં લેવા માટે મનપા તંત્ર દ્વારા અથાક પ્રયાસો કર્યા હતા. સુરતની સાથે સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસ વઘતા વાગતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

જાકે, સુરતની સાથે નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ કોરોના વાયરસ સંક્રમિતના કેસો સપાટી ઉપર આવવા લાગ્યા હતા. દક્ષિણ ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કરેલી મહેનત હવે ધીરેધીરે સફળ થઈ રહી હોય તેમ હવે પોઝિટિવ કેસ ઓછા આવવા લાગ્યા છે.



જાકે, હજુ પણ લોકો એસઓપીનું સખતાઇથી પાલન કરે તો કોરોના પર કાબુ મેળવી શકાય તેમ છે. જાકે, સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા  ૩૬ હજારને પાર કરી ૩૬,૭૮૭ ઉપર પહોîચી ગઈ છે. જાકે તેની સામે ૩૩,૧૭૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. પરંતુ ૧૨૩૮ દર્દીઓ કોરોનાથી મોતને ભેટ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: October 17, 2020, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading