સુરત : અમરોલી વિસ્તારમાં બે દિવસ પહેલા ઓડિસાના બે યુવાનોને સાઇકલ ચોર સમજીને 3 ઝેરીલા લોકોએ એટલી હદે માર માર્યો કે, બે લોકોના ગંભીર ઈજાથી મોત નીપજ્યા છે. આ બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ બંનેનું કરુણ મોત થયું હતું. જોકે અમરોલી પોલીસે આ મામલે ડબલ હયાનો ગુનો નોંધી 3 જેટલા ઈસમોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાઈ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં છેલ્લા કેટલા સમયથી સાઇકલની ચોરીની સતત ઘટના બની રહી હતી, ત્યારે સ્થાનિક લોકોને ત્યાં રહેતા અને મૂળ ઓડિસાના રહેવાસી એવા 3 લોકો પર શંકા હોવાને લઈને બે દિવસ પહેલા સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ સુરેશભાઇ પ્રધાન, તેના બે મિત્ર ટકલા તથા કાલીયા સાથે બેઠેલ હતા, ત્યારે આવીને સ્થાનિક લોકો અચાનક તૂટી પડ્યા અને તેમને માર મારવા લાગ્યા, સાથે લાકડાના ફટકા સાથે દિવાલે પછાડીને માર માર્યો હતો, જેને લઈને આ તમામને ગંભીર ઇજા થવા પામી હતી.
આ મામલે પોલીસને જાણકારી મળતા પોલીસ તત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાજેશ ઉર્ફે રાજુ અને તેનો મિત્ર ક્રિષ્ના ઉર્ફે ટકલો ઉર્ફે નારાયણ નિરંજન બારીકનું સારવાર દરમિયાન કરુંણ મોત થયું છે. પોલીસે આ મામલે ડબલ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાઈ તજવીજ શરૂ કરી હતી.