સુરત: લુમ્સના કારીગરની લૂંટના ઈરાદે હત્યા થયાનો ખુલાસો, ત્રણની ધરપકડ, જુઓ મર્ડરનો Live Video


Updated: September 26, 2020, 3:25 PM IST
સુરત:  લુમ્સના કારીગરની લૂંટના ઈરાદે હત્યા થયાનો ખુલાસો, ત્રણની ધરપકડ, જુઓ મર્ડરનો Live Video
સુરત લાઈવ મર્ડર સીસીટીવી વીડિયોમાં કેદ

પાવર લુમ્સના કારીગરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવાની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓનો ભેદ ઉકેલી કાઢ્યો

  • Share this:
સુરત : ભટાર રવિતેજ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી પાસે આવેલા ખાતા નજીક ગઈકાલે વહેલી સવારે પાવર લુમ્સના કારીગરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવાની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓનો ભેદ ઉકેલી કાઢી હત્યામાં સંડોવાયેલા બે સગીર સહિત ત્રણ જણાને ઝડપી પાડ્યા. પ્રાથમિક પુછપરછમાં હત્યારાઓએ મોબાઈલ લૂંટવાના ઈરાદે હત્યા કરી હોવાનુ બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભટાર આઝાદનગર રોડ રસુલાબાદ ખાતે રહેતા આશિષ રામસાગર કનોજીયા (ઉ.વ.૨૪) ભટારમાં રવિતેજ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા પાવર લુમ્સના ખાતામાં નોકરી કરે છે. આશિષ શુક્રવારે નાઈટ પાળીમાં કામ કરતો હતો, આ દરમિયાન વહેલી સવારે પોણા પાંચેક વાગ્યાના આરસામાં આશિષ ગુટખા ખાવા માટે ખાતામાંથી બહાર આવ્યો હતો.

આ દરમિયાન બેથી ત્રણ અજાણ્યા શખ્સો તેના પર ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાસી ગયા હતા. હત્યાની Live ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસનો કાફલો સ્થળે પહોંચી ગયો હતો અને મૃતક આશિષ કનોજીયાના ભાઈ લલનભાઈની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આધારે હત્યારોને ઝડપી પાડવા માટેના ચક્રોગમિતાન કર્યા હતા.પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવીના ફૂટેજના આધારે હત્યામાં સંડોવાયેલા વિકાસ બંગાળી, અંકીત સહિત ત્રણ જણાને દબોચી લેવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચોવાપી: સટોડીયા માટે લાલબત્તી સમાન કિસ્સો, પૈસા વસુલવા બુકીએ યુવકને નગ્ન કરી માર મારી Video બનાવ્યો

સુત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં આશિષની હત્યા મોબાઈલ લૂંટવાના ઈદારે કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે પકડાયેલ આરોપીઓમાં બે સગીરવયના ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું છે.
Published by: kiran mehta
First published: September 26, 2020, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading