સુરત : નાનોભાઈ દારૂ પી છાકટો બન્યો, તો મોટાભાઈએ પથ્થરથી માથુ ફોડી મોતને ઘાટ ઉતારી દીધો

સુરત : નાનોભાઈ દારૂ પી છાકટો બન્યો, તો મોટાભાઈએ પથ્થરથી માથુ ફોડી મોતને ઘાટ ઉતારી દીધો
સુરત ગડોદરા વિસ્તારમાં હત્યા

દારૂના નશામાં છકટો બનીને ધમાલ કરતા નાના ભાઈને સમજવા જતા થયેલા ઝગડામાં મોટા ભાઈએ પથ્થર મારી નાના ભાઈની હત્યા કરી દીધી

  • Share this:
સુરત : સતત હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ ગોડાદરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારમાં અડધી રાત્રે દારૂના નશામાં છકટો બનીને ધમાલ કરતા નાના ભાઈને સમજવા જતા થયેલા ઝગડામાં મોટા ભાઈએ પથ્થર મારી નાના ભાઈની હત્યા કરી દીધી. આ મામલે મોટાભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જાણે ગુનાખોરી મામલે દિવસેને દિવસે આગળ વધી રહ્યુ છે ત્યારે દરરોજ એક હત્યાની ઘટના સમયે આવી રહી છે. આજે સુરતના ગોડાદરા વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા સોસાયટીમાં રહેતા સાવાનેકર પરિવારમાં મોટા ભાઈ કેસરિચંદ પરિવાર સાથે રહે છે. જોકે મકાનના પહેલા માળે તેનો નાનો ભાઈ હીરાલાલ જે અપરણિત છે તે રહે છે.



આ પણ વાંચો - રાજકોટ ગંભીર અકસ્માત: સરપંચનો હાથ કપાઈ ટ્રકમાં ચોંટી ગયો, 'માતા માટે પ્રાણ વાયુ લેવા ગયેલ પુત્રનો અકસ્માતે પ્રાણ છીનવાયો'


ગતરોજ ગરમીને લઈને બંને ભાઈ પોતાના મકાનની ગેલેરીમાં સુતેલા હતા ત્યારે નાનોભાઈ દારૂના નશામાં ચકચાર થઈને લવરી કરવા લાગ્યો હતો, અને મોટા ભાઈ સાથે ઝગડો કરી જેમ તેમ બોલવા લાગ્યો હતો. પહેલા ઝગડા બાદ મામલો શાંત થઈ ગયો હતો, ત્યારબાદ મોડી રાત્રે નાના ભાઈએ ધમાલ શરૂ કરી દીધી હતી, જેને લઈને મોટા ભાઈએ ફરી નાનાભાઇને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાનાએ નશાની હાલતમાં હાથા પાઇ શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચોક્ચ્છ : ખાણમાં બે ટ્રક વચ્ચે અકસ્માત, માટી નીચે ટ્રક સહિત ડ્રાઈવરો દટાયા, બેના મોત - Video સામે આવ્યો

આ હાથાપાઈમાં મોટાભાઈએ આવેશમાં આવીને નાનાભાઈના માથામાં પ્થ્થર મારી દેતા તેને ગંભીર ઇજા થતા તેનું કરુંણ મોત થયું હતું. આ ઘટનાની જાણકારી માતાએ ગોડાદરા પોલીસને આપતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો દાખલ કરી નાનાભાઈના હત્યાના મામલે મોટાભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
Published by:kiran mehta
First published:May 06, 2021, 22:24 pm

ટૉપ ન્યૂઝ