સુરતઃ સગીરા ઉપર દુષ્કર્મ અને હત્યાની કોશિશ, યુવકને ચાર વર્ષની કેદ

News18 Gujarati
Updated: February 13, 2019, 9:26 AM IST
સુરતઃ સગીરા ઉપર દુષ્કર્મ અને હત્યાની કોશિશ, યુવકને ચાર વર્ષની કેદ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં સગીરા ઉપર દુષ્કર્મ અને હત્યાની કોશિશ કરવાનાકેસમાંકોર્ટે આરોપીને ચાર વર્ષ છ મહિનાની સજા ફટકારી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ સુરતમાં સગીરા ઉપર દુષ્કર્મ અને હત્યાની કોશિશ કરવાનાકેસમાંકોર્ટે આરોપીને ચાર વર્ષ છ મહિનાની સજા ફટકારી હતી. ચુકાદામાં કોર્ટે લિંબાયત વિસ્તારમાં રહેતા આરોપી શૈલેષ મણીલાલ પટેલને સજા ફટકારતા વિવિધ કલમ પૈકી 342માં છ માસની સાદી કેદ અને એકસો રૂપિયા દંડ, 354 બી અને કલમ હેઠળ ત્રણ વર્ષી કેદ અને એક હજાર દંડ તેમજ 506ના ગુનામાં ચાર વર્ષ છ માસ અને પાંચસો રૂપિયાનો દંડ ભરવાની સજા કરી હતી.

મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રહેતા આરોપી શૈલેષ મણીલાલ પટેલે ગત 2014માં લિંબાયત ખાતે એક સગીરા પોતાના માતા અને ભાઇ સાથે જમીને ઘરમાં એકલી સૂતી હતી. એ દરમિયાન આરોપી તેણીના ઘરમાં પ્રવેશ્યો હતો અને તેણીને ચપ્પુની અણીએ બીજા રૂમમાં લઇ જઇ દરવાજો બંધ કરી બદકામ કરવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ પત્ની તરીકે રાખીને યુવકે ત્યક્તાનું કર્યું વારંવાર શારીરિક શોષણ

આ દરમિયાન સગીરાએ કપડાં કાઢવાનો ઇન્કાર કરતા આરોપીએ તેણીને ગળાના ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો. ઝપાઝપી દરમિયાન સગીરાના પિતા આવી જતાં તેણીએ દરવાજો નહીં ખોલતા ધમાચકડી મચી ગઇ હતી. આ દરમિયાન આરોપી તેના પિતાને પણ ચપ્પુનો ઘા મારી ફરાર થઇ ગયોહતો. કોર્ટે આ આરોપીને તકસીરવાર ઠેરવી કડક ટિપ્પણી સાથે ચાર વર્ષ છ માસની સજા ફટકારી છે.
First published: February 13, 2019, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading