સુરત: લોકડાઉન વચ્ચે સખી મંડળોને મળશે રોજગારી, મનપા 5 લાખ માસ્ક બનાવવાનો આપશે ઓર્ડર


Updated: April 10, 2020, 7:13 PM IST
સુરત: લોકડાઉન વચ્ચે સખી મંડળોને મળશે રોજગારી, મનપા 5 લાખ માસ્ક બનાવવાનો આપશે ઓર્ડર
સુરત મનપા સખીમંડળોને માસ્ક બનાવવાનોઓર્ડર આપશે

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને પાંચ લાખ માસ્કની જરૂર હોવાથી પહેલા ત્યાં માસ્ક પુરા પાડવામાં આવશે.

  • Share this:
કોરોના વાઇરસને લઇને તમામ લોકોના વેપાર રોજગાર બંધ છે ત્યારે સુરત મનપાને માસ્કની જરૂર હોવાથી માસ્ક બનાવા માટે સખી મંડળને ઓર્ડર આપીને તેમને રોજગારી આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે જરૂરી તમામ મટીરીયલ આપીને તેમની પાસે માસ્ક બનાવવા શરૂઆત કરાશે, કારણ કે સૌથી વધુ માસ્ક મનપા સ્મીમેર હોસ્પિટલમાં માંગ છે, જેને લઇને 5 લાખ માસ્ક બનાવાનું કાર્ય શરૂ કર્યું છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉન હોવાને લઇને તમામ લોકોના રોજગાર ધંધા બંધ છે ત્યારે આ વાઇરસને લઇને સૌથી વધુ માસ્કની જરૂર હોવાને લઇને મનપા દ્વારા ચાલતી સ્મીમેર હોસ્પિટલ ખાતે માસ્કની જરૂર વધારે હોવાને લઇને મનપા દ્વારા શહેર વિસ્તારમાં કામ કરતી સખી મંડળ રોજગારી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા મટીરીયલ્સ પુરૂ પાડવામાં આવ્યું, જોકે મનપા દ્વારા આ મટીરીયલ સખી મંડળને આપીને તેમની પાસે માસ્ક બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે, આગામી દિવસોમાં ત્રણેક લાખ માસ્ક બનાવીને સખી મંડળ દ્વારા મનપાને આપવામાં આવશે. આ માસ્ક બનાવીને જે પૈસા મળશે તેમાંથી બીજુ મટીરીયલ્સ ખરીદી બીજા માસ્ક બનાવવાની કામગીરી કરાશે.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને પાંચ લાખ માસ્કની જરૂર હોવાથી પહેલા ત્યાં માસ્ક પુરા પાડવામાં આવશે. ત્યાર બાદ સુરતમાં માસ્ક ફરજિયાત હોઈ માસ્કની જરૂરત હોવાથી સખી મંડળને માસ્ક બનાવવાનું આપવાથી રોજગારી મળી. સખી મંડળ દ્વારા 5 લાખ માસ્ક બનાવવાની તૈયારી શરૂ કરી છે, તેવામાં હાલ લોકડાઉનને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો હોઈ આવા સંજોગોમાં સખી મંડળોને રોજગારી આપવા સાથે સુરતની માસ્કની જરૂરિયાત પણ પુરી થશે.
First published: April 10, 2020, 7:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading