Home /News /south-gujarat /સુરત : 'પાલિકાની ટીમ સાથે અવ્યવહાર કરશો તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે'

સુરત : 'પાલિકાની ટીમ સાથે અવ્યવહાર કરશો તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે'

પ્રતિકાત્મક તસવીર

સુરત મહાનગરપાલિકા દ્વાર રાંદેર વિસ્તાર જોગ એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી અને અસહયોગ કરી રહેલા લોકોને અપીલ કરવામાં આવી

સુરતમાં સતત કોરોના બેકાબૂ (Surat Coronavirus) બની રહ્યો છે ત્યારે જે વિસ્તારમાં ભીડ થાય ત્યાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાંદેર વિસ્તારના મુસ્લિમ (Muslim citizens of Rander) નાગરિકો મનપા કર્મચારી સાથે બેહુદું વર્તન કરતા હોવાને લઈને મનપા કમિશનર દ્વારા અપીલ સાથે વર્તન નહિ સુધારે તો કાર્યવાહી કરવાની ચીમકી કરવામાં આવી છે.

સુરતમાં સતત કોરોના સંક્ર્મણ (Corona Containment) વધી રહૈ છે ત્યારે જે વિસ્તારમાં કોવીડ ગાઇડલાઇનનું પાલન નહિ થાય તેવા વિસ્તારને તંત્ર દ્વારા બંધ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં મુસ્લિમલ સમાજ ના પવિત્ર રોજા ચાલી રહ્યા છે ત્યારે સુરતના રાંદેર ખાતે ખાસ રમજાન બજાર ભરાય છે. જોકે અહીંયા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇને કોરોના ગાઈડ લાઇનનું પાલન ન કરતા હોવાનું સામે આવતા તંત્ર દ્વારા આ બજાર બંધ કરવાની નોબત આવી હતી.

આ પણ વાંચો : સુરત : 'તુમ મોત નહીં દેખે બાબા... મોત સે આંખ મીચોની ખેલ કે આયે હે,' 'બુલેટ રાજા'નો Video થયો Viral

જોકે મનપા કર્મચારી બંધ કરાવવા જાય એટલે આ વિસ્તારના મુસ્લિમ ભાઈ અને બહેનો આગળ આવીને મનપા કર્મચારીઓની કામગીરી અટકાવી કર્મચારી સાથે દુર્વ્યવહાર કરતા હોવાની સતત ફરિયાદ સામે આવતા ગતરોજ એક પ્રેસ યાદી દ્વારા આ વિસ્તારના લોકોને આવી કપરી પરિસ્થિતિમાં સહયોગ કરવા સાથે કર્મચારી સાથે અવ્યવહારને ન કરવાની સૂચના સાથે અપીલ કરવામાં આવી છે.
" isDesktop="true" id="1091063" >

આ પણ વાંચો : સુરત : શિક્ષિકાએ તાપીમાં લગાવી મોતની છલાંગ, ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ

જેને લઈને મનપા કમિશનર દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે કે રાંદેર વિસ્તારમાં જો પાલિકાની ટીમ સાથે અવ્યવહાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે અત્યારે તો માત્ર અપીલ કરવામાં આવી છ.  જોકે અપીલ સાથે ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

ત્યારે આગામી દિવસોમાં અહીંયા તંત્ર અને મુસ્લિક સમાજના લોકો વચ્ચે ઘર્ષણનાં એધાણ પણ દેખાઈ રહ્યા છે. કારણ કે અહીંયા લોકો સતત કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવ્યું છે.
First published:

Tags: Surat corona updates, Surat Coronavirus, Surat Municipal corporation, મુસ્લિમ