સુરત : ફાયર વિભાગને સજ્જ કરવા થર્મલ ઈમેજીંગવાળા કેમેરા ખરીદવામાં આવશે

News18 Gujarati
Updated: November 7, 2019, 10:37 AM IST
સુરત : ફાયર વિભાગને સજ્જ કરવા થર્મલ ઈમેજીંગવાળા કેમેરા ખરીદવામાં આવશે
પ્રતિકાત્મક તસવીર

આગમાં ફસાયેલા લોકોને શોધી તેમનો જીવ બચવવા માટે તેમજ કારખાના અને મિલોમાં આગ લાગે ત્યારે પણ આ કેમેરા કામ લાગશે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરના ફાયર વિભાગને આધુનિક અને વધુ સજ્જ બનાવવા માટે તેમજ આગની મોટી દુર્ઘટનામાં લોકોનો જીવ બચાવવા માટે તંત્ર થર્મલ ઇમેજિંગ કેમેરા ખરીદવાની તૈયારી ચાલી રહી છે. સુરત પાલિકાના સાત ઝોન માટે ઝોન દીઠ એક એવા સાત કેમેરા ખરીદવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. આ પહેલા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આગની ઘટનામાં લોકોનો જીવ બચાવવા માટે જમ્પિંગ કુશન ખરીદવાની તૈયારી કરી લીધી છે.

સુરતમાં 24 મે, 2019ના રોજ સરથાણા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ વિકરાળ હોવાથી પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ બચાવ કામગીરી કરી શક્યા ન હતા. આ આગમાં 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના 6 મહિના બાદ સુરત ફાયરને અતિ આધુનિક બનાવવાની તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો : તક્ષશિલાની ગોઝારી ઘટના બાદ જમ્પિંગ કુશન ખરીદવાની SMCની તૈયારી

સુરતમાં ટેક્ષટાઈલ માર્કેટ, મીલ, ઝરીના કારખાનાઓ કે પછી કાપડની મિલોમાં આગ લાગે ત્યારે આગ પર કાબૂ મેળવવાનું કામ મુશ્કેલ બની જતું હોય છે. આવા બનાવોમાં લોકોને બચાવવાનું કામ પણ મુશ્કેલ હોય છે. કારણ કે આ તમામ જગ્યાઓ પર જ્વલનશીલ પદાર્શ હોવાથી વધારે ધૂમાડો થાય છે અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે.

આ સમયે આગમાં કોઈ વ્યક્તિ ફસાઈ હોય તો તેનો જીવ બચાવવા માટે સુરત મનપા ખાસ કેમેરા ખરીદવાની તૈયારી કરી રહી છે. આગના બનાવ વખતે નાઈટ વિઝન અને ધૂમાડામાં ફસાયેલા વ્યક્તિ સ્પષ્ટ જોઈ શકાય તે માટે થર્મલ ઈમેજીંગ કેમેરા ખરીદવામાં આવશે. તક્ષશિલાની દુર્ઘટના બાદ પાલિકાએ આવા કેમેરા ખરીદવા ટેન્ડર બહાર પાડયા છે, જેમાં એક કેમેરાનો સૌથી ઓછા ભાવ 7.11 લાખ રૂપિયા આવ્યો છે. આ કેમેરા ખરીદવા માટે પાલિકા 49.77 લાખ રૂપિયાનો ખર્ચ કરશે.

પાલિકા જે કેમેરા ખરીદવા જઈ રહી છે તે પાંચ મોડમાં કામગીરી કરશે. આ કેમેરામાં ફાયર ફાઈટિંગ, સર્ચ એન્ડ રેસ્ક્યૂ, હિટ ડિટેક્શન, થર્મલ ઇમેજિંગ અને સાથે સાથે રેકોર્ડિંગનું કામ પણ થશે.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर