સુરત : પાલિકાએ શ્વાન પકડવા-રસીકરણ પાછળ 74 મહિનામાં 3,47,74,464 રૂપિયા વાપર્યા, એક શ્વાન પાછળ 737 રૂપિયાનો ખર્ચ

સુરત : પાલિકાએ શ્વાન પકડવા-રસીકરણ પાછળ 74 મહિનામાં 3,47,74,464 રૂપિયા વાપર્યા, એક શ્વાન પાછળ 737 રૂપિયાનો ખર્ચ
સુરતના આરટીઆઈ કાર્યકર્તાએ કર્યો દાવો કે પાલિકાએ શ્વાનને પકડવા અને રસણીકરણ માટે કર્યો માતબર ખર્ચ

કુલ 74 મહિનાનો કુલ 2281 દિવસનો હિસાબ કરીએ તો કુલ આ સમય ગાળામાં 44,023.3 શ્વાન પાલિકાએ પકડ્યા છે.

  • Share this:
સુરત : સુરત મહાનગર પાલિકા દ્વારા નગરજનોને શ્વાનના ત્રાસથી બચાવવા તેમને પકડી અને ખસીકરણ કરવાનું અભિયાન ચલાવાયું હતું. જોકે, પાલિકાના નિત્યક્રમમાં પણ આ બાબત આવતી હશે. આ કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચ અંગે સુરતના એક આરટીઆઈ કાર્યકર્તાએ ખર્ચની વિગતો માંગી હતી.આર.ટી.આઈ. કાર્યકર્તા દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 74 મહિનામાં શ્વાન પકડવા અને તેના ખસીકરણ પાછળ રોજ 14,240 રૂપિયા વાપર્યા છે.  આ માહિતી આરટીઆઈ એક્ટિવસ્ટ તુષાર મેપાણી દ્વારા તેણે કરેલી આર.ટી.આઈ.માં બહાર આવી હોવાનો દાવો છે.

ક્યારથી ક્યાં સુધીનો હિસાબપાલિકાએ આપેલા જવાબ મુજબ વર્ષ 2014ની જાન્યુઆરી મહિનાથી ખર્ત માર્ચ 2020 સુધીનો હિસાબ છે. એટલે કે કુલ 74 મહિનાનો કુલ 2281 દિવસનો હિસાબ કરીએ તો કુલ આ સમય ગાળામાં 44,023.3 શ્વાન પાલિકાએ પકડ્યા છે.  આ પકડાયેલા શ્વાન પૈકીના 43,791 શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે. આ શ્વાન પકડવા માટે કેન્દ્રીય ટેન્ડર દ્વારા હૈદરાબાદની વેટ્સ (VETS), સોસાયટી ફોર એનિમલ વેલફેર એન્ડ રૂરલ ડેવલપમેન્ટને ટેન્ડર આપવામાં આવ્યું હતું જેમાં  જોકે, આ શ્વાનને પકડવા પાછળનો ખર્ચ છે.

આ પણ વાંચો :  સુરત : ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં નરાધમ જેઠ ઝડપાયા, ધૃણાસ્પદ કિસ્સો

પ્ર : આરટીઆઈમાં પૂછવામાં આવ્યું હતું કે આજદિન સુધીમાં કેટલા શ્વાન પકડ્યા ?
: 20-9-2020 સુધીમાં કુલ 47,133 શ્વાન પકડાયા
પ્ર : પકડાયેલા શ્વાન પાછળ કેટલો ખર્ચ થયો ?
જ : જાન્યુઆરી 2014-માર્ચ 2020 સુધી કુલ 3,47,74,464 રૂપિયા વાપર્યા
પ્ર : આ પૈકી કેટલા શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરાયુંજ : કુલ 43,791નું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે.

પ્રતિદિન 19.3 શ્વાન પકડ્યા, 737 રૂપિયા ખર્ચ કર્યો

અને કરડવાની ઘટનાથી ત્રાસેલા સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ તુષાર મેપાણીએ મનપાના માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ પાસે તેની માહિતી માંગી તો વર્ષ 2014થી વર્ષ 2020 સુધી મનપાએ 47,133 કૂતરા પકડયા હતા અને તે પૈકી 43,791 કુતરાઓની રસીકરણ અને ખસીકરણ કર્યું હતું. આ પ્રક્રિયા પાછળ મનપાએ રૂ. 3 કરોડ 47 લાખ 74 હજાર 464 રૂપિયાનો અધધ કહીં શકાય એટલો ખર્ચ કર્યો છે.

પાલિકાએ રોજ 19.3 શ્વાન પકડી અને તેના રસીકરણ પાછળ પ્રતિ શ્વાન 737 રૂપિયાનો ખર્ચ કર્યો છે.


આ પણ વાંચો :  સુરત : વરાછાના બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, પ્રોજેક્ટમાં ભાગીદારોએ ઠગાઈ કરતા પગલું ભર્યુ

ગણિત માંડીએ તો એક કૂતરાને પકડીને તેના ખસીકરણ-રસીકરણની પ્રક્રિયા પાછળ તેઓએ હૈદરાબાદ સ્થિત વેટ્સ સોસાયટી ફોર એનિમલ વેલ્ફેર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નામની કંપનીને રૂ.738 ચુકવ્યા હોવાનો અધકૃત જવાબ માહિતી અધિકાર હેઠળ આપ્યો છે.  આમ પ્રતિદિન 19.3 શ્વાન પકડી અને તેના રસીકરણ અને ખસીકરણ પાછળનો પ્રતિદિન 737 રૂપિયા ખર્ચ ભોગવ્યો છે.
Published by:Jay Mishra
First published:October 10, 2020, 17:54 pm

ટૉપ ન્યૂઝ