સુરતમાં કોરોનાએ વિકાસ કામોની કમર તોડી નાખી, સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર 99 કરોડ રૂપિયા ખર્ચ થયા!

સુરતમાં કોરોનાએ વિકાસ કામોની કમર તોડી નાખી, સપ્ટેમ્બર અંત સુધીમાં માત્ર 99 કરોડ રૂપિયા ખર્ચ થયા!
(ફાઇલ તસવીર)

મનપાની વર્તમાન આવકના આંકડા અને સરકાર તરફથી મળનાર ગ્રાન્ટને આધારે વર્ષ 2020-21માં કેપિટલ પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચનો આંકડો 700 કરોડની પાર થાય તો પણ તંત્ર માટે મોટી સિદ્ધિ ગણી શકાશે.

  • Share this:
સુરત: કોવિડ મહામારી (Covid 19 Pandemic)ને કારણે મનપાને મિલકત વેરા (Property Tax) સહિતની અન્ય આવકોને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. તબક્કાવાર અનલોક (Unlock)ને કારણે જનજીવન સામાન્ય બની રહ્યું છે. જાકે, મનપાની કામગીરી હજુ પણ પ્રભાવિત થઇ રહી હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. કોરોનાને કારણે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 6 માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને અત્યાર સુધી મનપા ફક્ત 99 કરોડનું કેપિટલ ખર્ચ (Capital Expense) જ કરી શકી છે. ગત વર્ષે સપ્ટેમ્બરના અંત સુધી મનપા દ્વારા થયેલા કેપિટલ ખર્ચનો આંકડો 722 કરોડની આસપાસ હતો.

મનપાની વર્તમાન આવકના આંકડા અને સરકાર તરફથી મળનાર ગ્રાન્ટને આધારે વર્ષ 2020-21માં કેપિટલ પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચનો આંકડો 700 કરોડની પાર થાય તો પણ તંત્ર માટે મોટી સિદ્ધિ ગણી શકાશે. મનપાના સૂત્રો મુજબ, આગામી ડિસેમ્બર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ઘણાં પ્રોજેકટો હેઠળ થોડી ગ્રાન્ટ ઉપલબ્ધ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ ગ્રાન્ટના આધાર પર જ મનપા દ્વારા કેપિટલ ખર્ચનું આયોજન થઇ રહ્યું છે. ગત વર્ષે કેપિટલ પ્રોજેક્ટ્સ પાછળ 1,875 કરોડ અને વર્ષ 2018-19માં 1,986 કરોડનો ખર્ચ મનપાએ કર્યો હતો.આ પણ વાંચો: વલસાડ: સુરતના બે વેપારી બંધુઓ સાથે અલગ જ પ્રકારની લૂંટ, કાર પર દુર્ગંધ મારતો પદાર્થ ફેંકી લૂંટ ચલાવી

જાકે, કોરોનાને કારણે વર્ષ 2020-21માં મનપાનું તમામ આવકખર્ચનું આયોજન બગડી ગયું છે. હવે 31 માર્ચ 2021 સુધી કેપિટલ ખર્ચનો આંકડો 700 કરોડ સુધી પહોંચે તો પણ મનપા માટે ઉપલબ્ધિ બની રહેશે. સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હવે કોરોનાની સાથે વિકાસના કામોને પણ તેજ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આઉટર રિંગરોડ સહિતના જે પ્રોજેકટો અટવાયા હતા તેને પૂર્ણ ઝડપે ચાલુ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં વિકાસના કામો ફરી રફ્તાર પકડશે.

આ પણ વાંચો: જૂનાગઢ: મિત્રોની નજર સામે જ ધોરણ-12 સાયન્સના બે વિદ્યાર્થીનાં તળાવમાં ડૂબી જવાથી મોત

સુરતમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 207 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 31 હજારને પાર પહોંચી ગઇ છે. બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 207 કેસ નોંધાયા છે. જેમાંથી શહેરી વિસ્તારમાં 106 અને ગ્રામ્ય વિસ્તારમાં 101 કેસ પોઝિટિવ નોધાયા છે. સુરતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા આખા દિવસ દરમિયાન 280ની આસપાસ રહે છે. પરંતુ આજે બપોર સુધીમાં જ આ આંકડો 200ને પાર થઇ ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 101 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 8,398 થઈ છે. શહેરમાં આજે 106 પોઝિટિવ કેસ બપોર સુધીમાં નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 22,661 થઇ છે. જિલ્લામાં અત્યારસુધી કોરોનાથી કુલ 949 દર્દીનાં મોત થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:October 07, 2020, 14:04 pm