સુરતમાં કોરોનાએ એક 'વૉરિયર'નો ભોગ લીધો : મહાનગર પાલિકાના સેનેટરી સબ ઈન્સ્પેક્ટરનું મોત


Updated: July 7, 2020, 5:08 PM IST
સુરતમાં કોરોનાએ એક 'વૉરિયર'નો ભોગ લીધો : મહાનગર પાલિકાના સેનેટરી સબ ઈન્સ્પેક્ટરનું મોત
મૃતક સેનિટરી ઇન્સ્પેક્ટર

સુરત મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં ગીરીશ ભાદરકાનું સ્મીમેર હૉસ્પિટલમાં મૃત્યું થયું છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus) હવે કોરોના વૉરિયર (Corona Warrior)નો ભોગ લઇ રહ્યો છે. જેમાં સુરત મહાનગર પાલિકાના રક્તપિત વિભાગમાં કામ કરતાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટરનો કોરોનાએ ભોગ લીધો છે. સ્મીમેર હૉસ્પિટલ (Smimer Hospital)માં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોનાની સારવાર માટે એક ઈન્જેક્શન (Injection)ની જરૂર હોય તે ન મળતાં તેઓનું મૃત્યુ થયું છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જોકે, આ વાતને સત્તાવાર સમર્થન મળતું નથી.

કોરોનાના કહેરમાં હવે કોરોના વૉરિયર્સ ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલા દિવસથી કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં ડબલ સદી સાથે કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે સુરત મનપાના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર કોરોના સામે જંગ હારી ગયા છે. કોરોનાની સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. સુરત મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં ગીરીશ ભાદરકાનું સ્મીમેર હૉસ્પિટલમાં મૃત્યું થયું છે.

આ પણ વાંચો : સુરતમાં કોરોના વાયરસના કેસમાં બપોર સુધી જ ધડાકો, 139 કેસ સામે આવ્યા

એસ.એસ.આઈ. ભાદરકા લેપ્રોકેસીમાં રક્તપિત વિભાગ, રક્તદાન કેન્દ્ર નજીક ઉધનામાં ફરજ બજાવતાં હતા. તેઓ દર શુક્રવારે સ્મીમેર હૉસ્પિટલમાં ફરજ બજાવતાં હતા. એટલે કે કોરોનાના દર્દીની સારવાર થાય છે તે સ્મીમેર હૉસ્પિટલમાં તેઓ અઠવાડિયામાં એકવાર ફરજ બજાવતાં હતા. આ ઉપરાંત મનપા મોટાભાગના સ્ટાફ કોરોનાની કામગીરી સાથે સંકળાયેલો હોવાથી તેમને પણ કોઈ જગ્યાએથી સંક્રમણ લાગ્યું હોવાની શક્યતા છે.

આ પણ વાંચો : 'સ્વામી આપ ક્યાંથી પસાર થવાના છો? અમારે બદલી કરાવવી છે,' સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ

ગત રવિવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને સારવાર માટે મનપા સંચાલિત સ્મીમેર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. તેમના મૃત્યુ બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે કોરોનાની સારવારમાં તેમને એક ઈન્જેક્શનની જરૂર હતી પરંતુ તે ન મળતાં તેમનું મૃત્યુ થયું છે. જોકે, સત્તાવાર રીતે આ વાતને સમર્થન મળતું નથી પરંતુ કર્મચારીઓમાં આ પ્રકારની ચર્ચા થઈ રહી છે. 

નીચે વીડિયોમાં જુઓ આજના મહત્ત્વના સમાચાર

એસ.એસ.આઈ. ગીરીશ ભાદરકા કોરોનાના સંક્રમણમાં જીવ ગુમાવનાર પહેલો કર્મચારી હોવાથી પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરતાં કર્મચારીઓને વધુ સુરક્ષા કવચ આપવા તથા સારવારમાં પ્રાધાન્ય આપવા માટેની માગણી શરૂ થઈ ગઈ છે.
Published by: Vinod Zankhaliya
First published: July 7, 2020, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading