Home /News /south-gujarat /સુરત: મનપાની તિજોરી તળિયા ઝાટક છે ત્યારે 70 લાખના ખર્ચે 5 કાર ખરીદવાની દરખાસ્ત મૂકતા વિવાદ

સુરત: મનપાની તિજોરી તળિયા ઝાટક છે ત્યારે 70 લાખના ખર્ચે 5 કાર ખરીદવાની દરખાસ્ત મૂકતા વિવાદ

ફાઇલ તસવીર.

સુરતમાં કમિશનર, મેયર સહિત ચાર જેટલા પદાધિકારીઓ માટે પાંચ જેટલી ઈનોવા ગાડી (Innova car) માટેના 70 લાખ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ મૂકતા વિવાદ સર્જાયો છે.

સુરત: સુરત મહાનગરપાલિકા (Surat municipal corporation) ફરી એક વખત વિવાદમાં આવી છે. મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ રહી છે ત્યારે ખોટા ખર્ચાઓને લઈને દરખાસ્ત મૂકતા ભૂતકાળમાં પણ વિવાદો થયા છે. હવે સુરતમાં કમિશનર, મેયર સહિત ચાર જેટલા પદાધિકારીઓ માટે પાંચ જેટલી ઈનોવા ગાડી (Innova car) માટેના 70 લાખ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ મૂકતા વિવાદ સર્જાયો છે. કોરોનાની મહામારી બાદ સુરતમાં ખર્ચાઓને લઈને સુરત મહાનગરપાલિકા (Surat municipal corporation)ની તિજોરી ખાલી થઈ ગઈ છે. આથી મહાનગરપાલિકા આવક સ્ત્રોત શોધી રહી છે. ખાસ કરીને કેટલીક જમીનો પણ મહાનગરપાલિકાએ વેચવા કાઢી છે. એવામાં ખોટા ખર્ચા પર અંકુશ રાખવા માટે સતત વિરોધ પક્ષ (Opposition party) દ્વારા અને ખાસ કરીને અધિકારીઓ તરફથી સૂચના આપવામાં આવી છે. આ સમયે ફરી એકવાર મહાનગરપાલિકામાં વિવાદ સર્જાયો છે.

આ વખતે એક બે નહીં પણ 70 લાખના ખર્ચે પાંચ ઈનોવા કાર ખરીદવાની મંજૂરીની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ખાસ કરીને મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ માટે પાંચ જેટલી નવી કાર ખરીદવાની તૈયારી સાથે દરખાસ્ત મૂકવામાં આવી છે. જેને લઈને નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મહાનગરપાલિકા પ્રજાના પૈસાને ખોટી જગ્યાએ ખર્ચ કરી રહી હોવાથી હવે વિરોધ પક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:શું ગળાનું સેવન કરવાથી લીવર ખરાબ થાય છે? આયુષ મંત્રાલયે રિપોર્ટમાં કરી સ્પષ્ટતા

ચાર ઇનોવા ગાડી 11 વર્ષ પહેલા ખરીદવામાં આવી હતી. હવે આ ગાડીઓની અવધિ પૂરી થઈ ગઈ છે. સાથે જ આ ગાડીઓના રિપેરિંગ માટે મોટો ખર્ચ થઈ રહ્યો છે. જેને લઇને દરખાસ્ત મૂકવામાં આવી છે. શાસક પક્ષ નેતાની ગાડી 2007માં ખરીદવામાં આવેલી છે. 14 વર્ષમાં તેમની કાર ત્રણ લાખથી વધારે કિલોમીટર ચાલી ચૂકી છે. વારંવાર કાર ખરાબ થવાને કારણે આ કારને હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરત: ત્રણ વર્ષથી નરાધમ બ્લેકમેઇલ કરીને આચરતો હતો દુષ્કર્મ, પરિવારની હિંમતથી કિશોરીએ ફરિયાદ નોંધાવી

એવી જ રીતે મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, ડેપ્યુટી મેયર અને કમિશનરની કાર પણ VIP વિઝિટર્સ, મહાનગરપાલિકા, ગુજરાત અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓના પ્રવાસ દરમિયાન ઉપયોગ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નવી ઇનોવા ગાડીના પાંચ મોડલની કિંમત 15.40 લાખથી લઈને 23.39 લાખ રૂપિયા છે. જેમાંથી 15.40 લાખ રૂપિયાના બેઝિક મોડલ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: SMC, Surat Municipal corporation, આપ, કાર, ભાજપ, સુરત