સુરત : ગણપતિ દાદાને ચડાવેલા ફુલોમાંથી મનપા તૈયાર કરે છે ખાતર

News18 Gujarati
Updated: September 10, 2019, 10:32 PM IST
સુરત : ગણપતિ દાદાને ચડાવેલા ફુલોમાંથી મનપા તૈયાર કરે છે ખાતર
ગણપતિ દાદાને ચડાવેલા ફુલોમાંથી મનપા તૈયાર કરે છે ખાતર

હજારો કીલો ફુલ અને તેના હાર અત્યાર સુધી લોકો તાપી નદીમાં પધરાવી દેતા હતા પરંતુ તેને કારણે તાપી નદી પ્રદુષિત થતી હતી

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : ગણેશોત્સવ સહિત તમામ હિન્દુ તહેવારોમાં ભારે શ્રદ્ધાથી ભગવાનને ફુલ-હાર, બિલીપત્ર જેવી પૂજાની સામગ્રી ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ આ સામગ્રીને તાપી નદીમાં પધરાવી દેવા કે કચરામાં નાંખી દેવામાં આવે છે. તાપીમાં ફુલ પધરાવે તો તાપીમાં પ્રદુષણ અને કચરામાં નાંખે તો લોકોની લાગણી દુભાઈ રહી છે. આવા સમયે મ્યુનિ. તંત્રએ લોકોની લાગણી અને તાપી નદીના પ્રદુષણનો ખ્યાલ રાખીને પૂજાના ફુલોમાંથી વર્મીકમ્પોઝ બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં ઇયળની મદદથી તૈયાર કરવામાં આવતું ખાતર ઓર્ગેનિક ખાતર બને છે. જેને હાલમાં સુરત મહાનગર પાલિકા પોતાની માટે વાપરી રહી છે.

સમગ્ર સુરત શહેરમાં નાના મોટા 70 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે. આવા સમયે આ તમામ પ્રતિમાઓ પર ભકતો અને મંડળો દ્વારા દરરોજ ફુલ હાર, શ્રીફળ સહિત છુટ્ટા ફુલો ચડાવવામાં આવતા હોય છે. આવા સમયે આ હજારો કીલો ફુલ અને તેના હાર અત્યાર સુધી લોકો તાપી નદીમાં પધરાવી દેતા હતા પરંતુ તેને કારણે તાપી નદી પ્રદુષિત થતી હતી. આ કારણે મહાનગર પાલિકા દ્વારા ફુલોમાંથી ઇયળની મદદથી ભેળસેળ વગરનું વર્મીકમ્પોઝ ખાતર બનાવવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચો - સંતોની જાહેરાત : મોરારિબાપુ-નીલકંઠવર્ણી વિવાદનું સુખદ સમાધાન

મહાનગર પાલિકાને તેમાં સફળતા પણ મળી છે. જેથી ચોકબજારના પ્લાન્ટ બાદ કતારગામનો પણ એક પ્લાન્ટ ચાલું કરવામાં આવ્યો છે. હાલમાં શહેરમાંથી આવતા આવા ફુલો માથી જે ખાતર બને છે તેને શહેરમાં રોપવામાં આવતા ઝાડ, તેમજ ગાર્ડનમાં વાપરવામાં આવે છે. વર્મિકમ્પોઝ પ્લાન્ટમાં ફરજ બજાવતાં નિતીન પટેલ કહે છે કે અહી લોકોની ધાર્મિક લાગણીનો પુરેપુરો ખ્યાલ રાખીને ખાતર બનાવવામાં આવે છે. લોકોમાં જાગૃત્તિ આવે તે માટે આ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન ગણેશ ભક્તો પાસે પુષ્પ વચન માગી પૂજાના ફુલની સામગ્રી ખાતર બનાવવા માટે લેવાનું આયોજન છે. હજારો ટન ખાતર આ પ્લાન્ટમાંથી તૈયાર થઇ રહ્યું છે.

અનેક ગણેશ મંડળો પણ આ કામમાં જોડાયા છે અને બે થી ત્રણ દિવસના ગણેશજીની પુજામાં વપરાયેલા ફુલો એક સાથે તેઓ આ પ્લાન્ટમાં ખાતર બનાવવા માટે આપી જાય છે. કેટલાક મંડળો આ કામ પહેલેથી જ કરી રહ્યા છે જે સરાહનીય છે અને એ મંડળો અન્ય મંડળોને પણ આવું કરવા માટે પ્રેરી રહ્યા છે. સટી લાઇટના એચ પી ગ્રુપના રાહુલ શર્મા અને ચિરાગ ખજોતીયા આસપાસના ગણેશ મંડળ અને પોતાના ગણેશ મંડળના ફુલો મનપા સુધી પહોચાડવાનું કામ કરી રહ્યા છે.

હાલમાં ગણેશ ઉત્સવની સાથે મંદિરો અને મસ્જિદોમાંથી પણ મનપાએ ફુલો લેવાની શરૂઆત કરી દીધી છે. જેથી ઓર્ગેનિક ખાતરના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ભગવાનને ચઢાવવામાં આવેલા ફુલ- બિલીપત્ર કે અન્ય સામગ્રીમાંથી જે ખાતર બને તેમા કોઈ પ્રકારના રાસાયણિક તત્વો ઉમેરવામા આવતા ન હોવાથી ઘરે કે ટેરેસમાં ઓર્ગેનિક ફ્રુટ, શાકભાજી બનાવવા માટે આ ખાતર સૌથી વધુ અસરકારક બની રહે છે.
First published: September 10, 2019, 10:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading