દશેરાને પહેલા સુરતમાં આરોગ્ય વિભાગ ઠેર ઠેર દરોડાં, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા

News18 Gujarati
Updated: October 7, 2019, 3:27 PM IST
દશેરાને પહેલા સુરતમાં આરોગ્ય વિભાગ ઠેર ઠેર દરોડાં, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
આરોગ્ય વિભાગના દરોડાં.

ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા, લોકોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને દરોડાંની કાર્યવાહી કરવામાં આવી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : દશેરા નિમિત્તે સુરતીએ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. બીજી તરફ ફાફડા અને જલેબીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે સુરત મનપાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. સોમવારે સુરતની અનેક જગ્યાએ દરોડાંની કાર્યવાહી કરવામાં આવી હતી અને વિવિધ દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે દશેરાના દિવસે ફાફડા અને જલેબીની ખૂબ માંગ રહેતી હોય છે. આ તકનો લાભ લઈને ફરસાણના વેપારીઓ હલકી ગુણવત્તાના લોટ અને તેલનો ઉપયોગ કરતા હોય છે. વધુ નફો રળવા માટે વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે.ફરસાણના વેપારીઓ હલકી વસ્તુઓમાંથી ફરસાણ બનાવી લોકોને ન આપે તે માટે સુરતના આરોગ્ય વિભાગે શહેરના સાત ઝોનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાંની કાર્યવાહી દરમિયાન ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ તરફથી આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જો આ સેમ્પલ જરૂરી માપદંડો પૂરા કરતા નહીં હોય તે દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓ એકના એક તેલમાં જ ફરસાણ તળતા હોવાથી તેલના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે જગ્યાએ ફરસાણ બનાવવામાં આવે છે તે જગ્યાએ પૂરતી સ્વચ્છતા છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તહેવારોમાં ઘરાકી નીકળતી હોવાથી આરોગ્ય વિભાગ સતત ચેકિંગ કરતું હોય છે. જો તેમને કોઈ જગ્યાએ અખાધ્ય વસ્તુઓ કે સ્વચ્છતાની પૂરતી વ્યવસ્થા ન હોવાનું માલુમ પડે તો તેવા કિસ્સામાં દુકાનોને સિલ મારી દેવા સુધીના પગલાં ભરવામાં આવે છે.
Published by: Vinod Zankhaliya
First published: October 7, 2019, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading