કોરોનાને ડામવા સુરત મનપાએ આટલા કરોડથી વધુનો કર્યો ખર્ચ, ઉધનામાં સૌથી વધારે ખર્ચ

કોરોનાને ડામવા સુરત મનપાએ આટલા કરોડથી વધુનો કર્યો ખર્ચ, ઉધનામાં સૌથી વધારે ખર્ચ
પ્રતિકાત્મક તસવીર

સુરત મહાનગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કોરોના પાછળ 16.50 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. જોકે નવાઈની વાત તો એ છે કે ઉધના ઝોનમાં સૌથી વધુ અધધ ત્રણ કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.

  • Share this:
સુરતઃ કોરોનાનો (coronavirus) કહેર હાલમાં સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે તેને અટકાવવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં (surat) કોરોના હજુ ન વધે તે માટે મનપા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગર પાલિકા (surat municipal corporation) દ્વારા અત્યાર સુધીમાં કોરોના પાછળ 16.50 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. જોકે નવાઈની વાત તો એ છે કે ઉધના ઝોનમાં સૌથી વધુ અધધ ત્રણ કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે ઉધના ઝોનની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

સુરત શહેરમાં હાલમાં કોરોનાનો આંક 1090 પર પહોંચી ગયો છે. આજે વધુ નવા 35 કેસો પોઝિટિવ નોંધાયા હતા. સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોનાને અટકાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાનો પહેલો કેસ નોંધાતાની સાથે જ મનપા સતેજ થઇ ગયું હતું અને દરેક ઝોનમાં ડિસઇન્ફેક્શનની કામગીરી જોરશોરમાં શરુ કરી દીધી હતી.આ પણ વાંચોઃ-લોકડાઉનનો લાભ લઈ ઠગાઈ! અમદાવાદમાં પરપ્રાંતીઓને વતન મોકલવા ના બહારે નકલી ટોકનનું કૌભાંડ ઝડપાયું

સુરત મહાનગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કોરોના સામે કુલ 16.50 કરોડ થી વધુ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. જેમાં 11.75 કરોડ રૂપિયા હેડ ક્વાર્ટર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે. બાકીના રહેના 4.74 કરોડ રૂપિયા સુરત શહેરના કુલ આઠ ઝોન વિસ્તારમાં ખર્ચ કરવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ આઠ ઝોનમાં સૌથી વધુ ખર્ચ ઉધના ઝોનમાં નોંધાયો છે.

આ પણ વાંચોઃ-શાપર તોડફોડ ઘટનાઃ 'ફતેપુર કા લકડા ગુજરાત આયા હૈ' કહીને ટોળાને ઉશ્કેર્યું હતું, વીડિયો વાયરલ

આઠ ઝોનમાં ખર્ચ થયેલા 4.74 કરોડ પૈકી 3.06 કરોડ રૂપિયા માત્ર ઉધના ઝોનમાં ખર્ચ કરવામાં આવ્યા છે. જેના કારણે ઉધના ઝોનના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. બીજી બાજુ બાકી રહેલા સાત ઝોનમાં કુલ 1.67 કરોડ રૂપિયા જ ખર્ચ થવા પામ્યા છે. ત્યારે ઉધના ઝોનમાં આટલી મોટો રકમ ક્યાં ખર્ચાય તે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

આ પણ વાંચોઃ-લોકડાઉનમાં ખૂની ખેલ! પહેલા પત્નીને વેલણથી મારી, મન ન ભરાયું તો ગળું દબાવી કરી હત્યા

રાંદેર ઝોનમાં 5.67 લાખ, સેન્ટ્રલ ઝોનમાં 4.61 લાખ, કતારગામ ઝોનમાં 41.66 લાખ, વરાછાએ ઝોનમાં 20.08 લાખ, વરાછા બી ઝોનમાં 6.94 લાખ, અઠવા ઝોનમાં 41.52 લાખ અને લીંબાયત ઝોનમાં 47.22 લાખ રૂપિયા ખર્ચ થવા પામ્યો છે.

સુરત શહેરમાં એકપણ ઝોનમાં 50 લાખથી વધુનો ખર્ચ થવા પામ્યો નથી ત્યારે માત્ર ઉધના ઝોનમાં ત્રણ કરોડથી વધુનો ખર્ચ બતાવવામાં આવ્યો છે જે ખરેખર અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બને તો નવાઈ નહી.
Published by:News18 Gujarati
First published:May 18, 2020, 19:38 pm

ટૉપ ન્યૂઝ