Home /News /south-gujarat /સુરત : હીરા માર્કેટે સવારે વંદેમાતરમ અને સાંજે રાષ્ટ્રગીત, જાણો મનપાની નવી કડક ગાઈડલાઈન, પાલન ન કર્યું તો યુનિટ સીલ કરાશે

સુરત : હીરા માર્કેટે સવારે વંદેમાતરમ અને સાંજે રાષ્ટ્રગીત, જાણો મનપાની નવી કડક ગાઈડલાઈન, પાલન ન કર્યું તો યુનિટ સીલ કરાશે

આ માર્ગદર્શિકાના કડકાઇપૂર્વક અમલ બાદ જ હીરાબજાર આગામી 10 જૂલાઇથી કાર્યરત થઇ શકશે. એટલું જ નહીં, મનપા કે એસઓપીના પાલન માટે અને સુપરવિઝન માટે અધિકારીઓની ટીમનું પણ ઘટન કર્યુ છે

આ માર્ગદર્શિકાના કડકાઇપૂર્વક અમલ બાદ જ હીરાબજાર આગામી 10 જૂલાઇથી કાર્યરત થઇ શકશે. એટલું જ નહીં, મનપા કે એસઓપીના પાલન માટે અને સુપરવિઝન માટે અધિકારીઓની ટીમનું પણ ઘટન કર્યુ છે

  સુરત : 10 જૂલાઇથી શહેરના હીરાબજાર કાર્યરત કરવાના તંત્રના નિર્ણયને પગલે હીરાબજારમાં તકેદારીના પગલાં રાખવા માટેની એસઓપી (માર્ગદર્શિર્કા) આજે મનપા દ્વારા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાના કડકાઇપૂર્વક અમલ બાદ જ હીરાબજાર આગામી 10 જૂલાઇથી કાર્યરત થઇ શકશે. એટલું જ નહીં, મનપા કે એસઓપીના પાલન માટે અને સુપરવિઝન માટે અધિકારીઓની ટીમનું પણ ઘટન કર્યુ છે. કતારગામ ઝોન, સેન્ટ્રલ-વેસ્ટ ઝોન (ઇચ્છાપોર વિસ્તાર), વરાછા ઝોન-એ અને વરાછા ઝોન-બી વિસ્તારમાં કાર્યરત હીરાબજાર અને હીરાના યુનિટોમાં માર્ગદર્શિકાના કડક અમલ કરાવવા હેતુ મનપા કમિ. વિશેષ ટીમોની નિમણૂક કરી છે.

  દરેક ઓફિસના કર્મચારીઓને આઇકાર્ડ ઇસ્યુ કરવાનો રહેશે. હીરાબજારના તમામ કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આગામી 10 જૂલાઇથી ખુલનારા હીરાબજાર માટે મનપા દ્વારા કડક નિયમો બનાવ્યા છે. આ નિયમોના પાલન માટે હીરાબજારના વ્યાપારીઓએ કટિબદ્ધતા બતાવવી પડશે તો જ હીરાબજારમાં સંક્રમણનું પ્રમાણ ઘટાડી શકાશે.

  માર્ગદર્શિકા મુજબ તમામ ટ્રેડિંગ યુનિટ/ઓફિસોમાં કામ પર આવતા કર્મચારીઓનું નોધણી રજિસ્ટર રાખવાનું રહેશે અને ઓફિસોમાં વેન્ટિલેશનની સુવિધા ઊભી કરવાની રહેશે. જો વેન્ટિલેશનની સુવિધા શક્ય ન હોય તો એક્ઝોસ્ટફેનની વ્યવસ્થા ફરજિયાત ઊભી કરવાની રહેશે. દરેક કર્મચારી વચ્ચે એક મીટરનું અંતર જળવાઇ તે રીતે ઓફિસના ફર્નિચરમાં ફેરફાર કરવાનો રહેશે. ઓફિસમાં સેનેટાઇઝરની સુવિધા ઉપરાંત કોઇપણ વ્યક્તિ માસ્ક વગર કામ પર ન આવે તેની તકેદારી રાખવાની રહેશે.

  આ પણ વાંચોસુરત: કાપડ વેપારીઓમાં Coronaનો ડર, કાપડ માર્કેટને સ્વયંભૂ બંધ કરવાનું થઈ રહ્યું આયોજન

  હીરાના બજારોમાં રસ્તા પર ઊભા રહી, વાહનો પર બેસી કે ઓટલા પર બેસી વ્યવસાયિક પ્રવૃતિ કરાશે નહીં તથા પ્રત્યેક કેબિનમાં એક સાથે ચાર કે તેથી વધુ લોકો ભેગા થવા પર મનાઇ મૂકવામાં આવી છે. તમામ ઓફિસો બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી જ ચાલુ રખાશે અને ઓફિસના દરેક કર્મચારીઓને આઇકાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાંથી કોઇપણ મજૂર કે કારીગર કામ પર આવી શકશે નહીં. અને શહેર બહારથી આવતી કોઇપણ વ્યક્તિ 14 દિવસ ક્વોરેન્ટાઇન રહ્ના બાદ જ કામ પર આવી શકશે.

  મનપા દ્વારા હીરાબજારો-યુનિટોમાં આકસ્મિક રીતે કર્મચારીઓનો એન્ટિજેન ટેસ્ટ કરાશે : એક પણ સંક્રમણ કેસ મળે તો યુનિટ ઓફિસને સીલ કરાશે

  મનપા કમિ. દ્વારા હીરા બજાર અને હીરા યુનિટોમાં તંત્ર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાના કડકાઇપૂર્વક અમલ કરાવવા માટે અધિકારીઓની ટીમનું ગઠન કર્યુ છે. કતારગામ ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટર-ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી, સુરત., સેન્ટ્રલ તથા વેસ્ટઝોન(ઇચ્છાપોર) વિસ્તારમાં જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વરાછા ઝોન-એ વિસ્તારમાં આસિ. કમિ-લેબર તથા વરાછા ઝોન-બી વિસ્તારમાં જીઆઇડીસીની રિજિયોનલ ઓફિસરની અધ્યક્ષતામાં ટીમનું ગઠન કરાયું છે. દરેક ટીમમાં મધ્યસ્થ શહેર વિકાસ વિભાગના સ્ટાફને પણ મૂકવામાં આવ્યા છે.

  માર્ગદર્શિકાના અમલમાં લાપરવાહી બદલ શિક્ષાત્મક અને માર્ગદર્શિકાના અમલ કરનાર માટે પ્રોત્સાહક પગલાંઓ આમેજ કરાયા છે. સક્ષમ સત્તા દ્વારા આકસ્મિક રીતે ચાલુ ટ્રેડિંગ યુનિટ/ઓફિસોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે અને જા નિયમોનું પાલન ન થતું હોય તો શિક્ષાત્મક કાર્યવાહી/રોકડ દંડ કરવામાં આવશે. ચાલુ અોફિસોમાં તંત્ર દ્વારા આકસ્મિક રીતે એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવશે. જા આ પરિક્ષણમાં કોઇ વ્યક્તિ સંક્રમિત જણાશે તો આવા ટ્રેડિંગ યુનિટઓફિસને (સંપૂર્ણ બિલ્ડિંગને) તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવશે. જે બજારમાં 10થી વધુ સંક્રમિત વ્યક્તિ જણાશે તેવા બજારોને પણ સંપૂર્ણ પણે બંધ કરાશે.

  જો તંત્ર દ્વારા સૂચવેલ ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થતું હોય અને ચકાસણી દરમિયાન એક પણ વ્યક્તિ સંક્રમિત ન મળે તો તેવા ટ્રેડિંગ યુનિટ/ઓફિસોને કોવિડ સેફ્ટી એક્રિડિટેશન આપવામાં આવશે.
  " isDesktop="true" id="997334" >

  મનપા દ્વારા ઇસ્યુ કરાયેલ માર્ગદર્શિકામાં

  માર્કેટ સવારે શરૂ થાય ત્યારે વંદેમાતરમ અને સાંજે બંધ થવાના સમયે રાષ્ટગીતનું ગાન હીરાબજાર અને હીરાના કારખાના/યુનિટો શરૂ કરવા માટે મનપા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ યુનિટ/ઓફિસમાં કામ કરતા દરેક વ્યક્તિ ઓના પલ્સ ઓક્સિમીટરથી દરરોજ ઓક્સિજન લેવલની ચકાસણી કરવાની રહેશે.

  એટલું જ નહીં, હીરાબજારની દરેક બિલ્ડિંગની શિફ્ટ શરૂ થવા તેમજ પૂરી થવા સમયે કારીગરોને કોરોના મહામારી ફેલાવવાની રીત અને સંક્રમણથી બતવા માટે સાવચેતીના પગલા ઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવાનું રહેશે. એટલું જ નહીં, દરેક વ્યક્તિ સાવચેતીના પગલા લેશે. તે મુજબની શપથ લેવડાવવાની પણ રહેશે અને સૂત્રોચ્ચાર ‘હારશે કોરોના, જીતશે સુરત, એક લક્ષ હમારા હૈ, કોરોનો કો હરાના હૈ કર્મચારીઓ પાસે બોલાવવાના રહેશે. તદ્ઉપરાંત સવારે માર્કેટ શરૂ થાય ત્યારે વંદે માતરમ તથા સાંજે બંધ થવાના સમયે રાષ્ટગીતનું ગાન પણ સૌએ કરવાનું રહેશે.
  Published by:user_1
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन