સુરત મનપાએ Corona માર્ગદર્શિકાનુ જાહેરનામું બહાર પાડ્યું, ફટાફટ જાણીલો નવી ગાઈડલાઈન

સુરત મનપાએ Corona માર્ગદર્શિકાનુ જાહેરનામું બહાર પાડ્યું, ફટાફટ જાણીલો નવી ગાઈડલાઈન
ફાઈલ ફોટો

આ માર્ગ દર્શીકાનો ભંગ કરવામાં આવશે તો જીમ અને યોગા કલાસના સંચાલકોને 10 હજાર હજાર સુધીનો દંડ અથવા સાત દિવસ સેન્ટર બંધ કરાવવામાં આવશે.

  • Share this:
સુરત : શહેરના નોનક્લસ્ટર ઝોન વિસ્તારોમાં યોગ સેન્ટરો અને જીમનો પ્રારંભ થઇ રહ્ના પાંચ ઓગષ્ટથી થઇ રહ્યા છે. જાકે, આ બન્ને સ્થળોએ લોકો એકત્ર થતાં હોવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતા ઘણી વધી જાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ મનપા દ્વારા પણ શહેરી વિસ્તારમાં આ બન્ને કેન્દ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ તકેદારી માટેની કડક માર્ગદર્શિકા પણ ઇસ્યુ કરી દીધી છે.

આ માર્ગ દર્શીકાનો ભંગ કરવામાં આવશે તો જીમ અને યોગા કલાસના સંચાલકોને 10 હજાર હજાર સુધીનો દંડ અથવા સાત દિવસ સેન્ટર બંધ કરાવવામાં આવશે. આ ઉપરાંત એપેડેમીકટ એકટ અંતર્ગત કાર્યવાહિ પણ કરવામાં આવશે.



યોગ સેન્ટરો અને જીમમાં મનપાની ગાઇડલાઇનનો કડક અમલ થાય તે માટે તંત્ર દ્વારા વોચ હેતુ ટીમો મૂકવામાં આવશે. એટલું જ નહીં, જો કોઇ સેન્ટરો પર મનપાની ગાઇડલાઇનનો અમલ ન થાય તો 10 હજાર રૂપિયાનો દંડ સંચાલકને થઇ શકે છે અથવા 7 દિવસ જે-તે સેન્ટર બંધ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?

મનપા કમિશનર દ્વારા આ અંગેનું જાહેરનામું મોડી સાંજે જાહેર કરવામાં આવ્યું છે. યોગ/જીમ ફ્લોક્ષેત્રનું આયોજન વ્યક્તિદિઠ ૪ મીટર સ્કવેર પ્રમાણે કરવાની તથા કાર્ડિયો અને સ્ટ્રેન્ચ મશીન સહિત શક્ય હોય ત્યાં સુધી ૬ ફૂટ દૂર રાખવા અને આ ઉપકરણોને શક્ય હોય તો શિફ્ટ કરી આઉટડોરમાં લઇ જવા માટેનું સૂચન પણ કરાયું છે.

હાલમાં કન્ટેઇન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં યોગ અને જીમ ખુલશે નહિ, તેમજ જે જીમ સાથે સ્વીમીંગ પુલ, સ્પા, ઝકુઝી, મસાજ સહિતની ફેસેલીટી હશે તેમણે જીમ ઉપરાંત તેમામ વસ્તુ બંધ રાખવાની રહેશે. આટલી આકરી શરતોને કારણે લાગે છેકે જીમ અને યોગા સેન્ટરો હજું પણ નહીં ખુલે.
Published by:kiran mehta
First published:August 04, 2020, 22:56 pm

टॉप स्टोरीज