સુરત મહાનગરપાલિકાની તિજોરી ખાલી, કોરોનાની કામગીરી માટે રાજ્ય સરકાર પાસેથી રૂ. 128 કરોડ માંગ્યા

સુરત મહાનગરપાલિકાની તિજોરી ખાલી, કોરોનાની કામગીરી માટે રાજ્ય સરકાર પાસેથી રૂ. 128 કરોડ માંગ્યા
સુરત મહાનગર પાલિકા (ફાઈલ ફોટો)

કોરોના લઇને મનપાને કોઈ પણ પ્રકારની આવક નથી. જેને લઈએ મનપાની તિજોરી હાલ ખાલી થઇ ગઈ છે.

  • Share this:
સુરત : શહેરમાં કોરોનાનો કહેર (Surat Coronavirus Cases) ડિસેમ્બર મહિના સુધી ચાલશે એવી ધારણા મૂકીને સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)એ રાજ્ય સરકાર પાસેથી રૂ. 128 કરોડની માંગણી કરી છે. હાલમાં સુરત પાલિકાની તિજોરી ખાલી થઇ જતા પાલિકાએ કોરોનાને નાથવા માટે ડિસેમ્બર (December, 2020) સુધીમાં રૂ. 140 કરોડનો ખર્ચ કરવો પડશે એવો અંદાજ મૂકીને રાજય સરકાર (Gujarat Government) સમક્ષ ભંડોળની માંગણી કરી છે. સુરતમાં કોરોનાને લગતી વિવિધ કામગીરી પાછળ પાલિકાએ અત્યાર સુધીમાં રૂ. 40 કરોડનો ખર્ચ કર્યો છે. રાજય સરકારે કોરોનાની ગ્રાન્ટ પેટે રૂ. 43 કરોડની ફાળવણી કરી છે. જોકે 40 કરોડ રાહત કામગીરી, દવા, હૉસ્પિટલના બીલ, માસ્ક સહિતના સાધનોની ખરીદી પાછળ વપરાયા છે. થોડા સમય પહેલા પાલિકાએ રાજયના રાહત કમિશનર પાસેથી રૂ.100 કરોડની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી એક પણ રુપિયો આપવામાં આવ્યો નથી.

કોરોના લઇને મનપાને કોઈ પણ પ્રકારની આવક નથી. જેને લઈએ મનપાની તિજોરી હાલ ખાલી થઇ ગઈ છે. આથી આગામી ચાર-પાંચ મહિના સુધી કોરોનાને લગતી કામગીરી માટે પાલિકાને રૂ. 140 કરોડની જરુરીયાત ઊભી થશે. આ મામલે પાલિકા કમિશનરે રાજયના શહેરી વિકાસ ખાતાના અગ્રસચીવ મુકેશ પુરીને પત્ર પાઠવી રૂ. 140 કરોડના ભંડોળની માંગણી કરી છે. જે રીતે સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ શહેરની 50 બેડથી મોટી તમામ ખાનગી હૉસ્પિટલ સાથે એમઓયુ કરી દરેક હૉસ્પિટલને એડવાન્સ 10-10 લાખની ચૂકવણી કરી છે.આ પણ વાંચો : સુરત : કોરોના મહામારીને પગલે આર્થિક ભીંસના પગલે બે લોકોનો આપઘાત

આગામી મહિનાઓમાં ખાનગી હૉસ્પિટલમાં પાલિકાના ક્વોટામાં દાખલ દર્દીઓની સારવાર પેટે કરોડોની ચૂકવણી કરવાની થશે. આ ઉપરાંત કોરોના શરુ થયો ત્યારથી આજ સુધી દરેક હેલ્થ સેન્ટર, સ્મીમેર અને મસ્કતિ હૉસ્પિટલમાં તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. આ ખર્ચ મનપાના માથે આવી રહ્યો છે.

વીડિયો જુઓ : રામ મંદિરના ભૂમિ પૂજન માટે ગુજરાતના સંતોને આમંત્રણ

દરેક કન્ટેન્મેન્ટ ઝોનમાં દવા વિતરણથી માંડીને વિવિધ સુવિધાઓ આપવા પાછળ તોતિંગ ખર્ચ થઇ રહ્યો છે. કોરોનાથી લડવા માટે સાધનોની ખરીદીમાં મોટો ખર્ચ થઇ રહ્યો છે. ડિસેમ્બર સુધી આ તમામ ખર્ચાઓ ચાલુ રહે તે ગણતરીએ પાલિકાએ રાજય સરકાર પાસેથી નાણાની માંગણી કરી છે. દર્દી વધી રહ્યા હોવાથી મનપા સંચિલાત સ્મીમેર હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવશે. જ્યારે લક્ષણો ન હોય તેવા દર્દીઓને મસ્કતિ હૉસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે. આથી ખર્ચમાં ખૂબ વધારો થશે.
Published by:Vinod Zankhaliya
First published:July 30, 2020, 09:50 am

टॉप स्टोरीज