સુરત મનપાનું 6130 કરોડનું બજેટ રજૂ, જાણો કોના માટે કેટલી સુવિધાની છે જોગવાઈઓ


Updated: February 7, 2020, 11:20 PM IST
સુરત મનપાનું 6130 કરોડનું બજેટ રજૂ, જાણો કોના માટે કેટલી સુવિધાની છે જોગવાઈઓ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઈલ તસવીર

મનપાની સ્થાયી સમિતિએ રજુ કરેલા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં આરોગ્ય અંગે ‌વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ દવા પાછળ આર્થિક ભારણ સહન ન કરવું પડે તે માટે પ્રથમ વખત મનપાના હેલ્થ સેન્ટર પરથી આપવામાં આવતી તમામ દવાઓ, રસીઓ વિનામુલ્યે આપવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી હતી.

 • Share this:
સુરતઃ મનપાની સ્થાયી સમિતિએ રજુ કરેલા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં આરોગ્ય અંગે ‌વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ દવા પાછળ આર્થિક ભારણ સહન ન કરવું પડે તે માટે પ્રથમ વખત મનપાના હેલ્થ સેન્ટર પરથી આપવામાં આવતી તમામ દવાઓ, રસીઓ વિનામુલ્યે આપવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી હતી. આ સાથે સ્મીમેર હોસ્પિટલ ખાતે નવુ આઇ.સી.યુ કાર્યરત કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જયારે આગામી સમયમાં ચુંટણી હોઇ વેરા વધારવામાં આવ્યા ન હતા. જે કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં પણ વેરા વધારો ન હતો.

સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ અંદાઝ પત્ર રજુ કરતા કહ્યું હતું કે, તમામ વર્ગને ધ્યાને લઇ મનપાનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. સુરત મનપા શહેરીજનોને રસ્તા, ડ્રેનેજ, પાણી, લાઇટ સહીતની પ્રાથમિક સુવિધા પુરી પાડે છે. લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે બજેટમાં આરોગ્ય પ્રત્યે પુરૂતું ધ્યાન આપવામાં આવ્યું છે. અને કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા 6003 કરોડના અંદાજપત્રમાં 126.85 કરોડનો વધારો કરી 6130.76 કરોડ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ બજેટમાં મહિલાઓના સ્તન કેન્સરના પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ડિજીટલ મેમોગ્રાફી, લેસરથી પગની નસો ફુલવાના રોગની સારવાર માટે સ્મીમેર ખાતે લેસર અેબ્લેશન મીશનની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સાથે સ્મીમેર ખાતે આઇસોલેશન વોર્ડનું પણ અપગ્રેડેશન કરવામાં આવનાર છે. હાલ શહેરમાં બાવન જેટલા હેલ્થ સેન્ટર કાર્યરત છે. શહેરની વસ્તીને ધ્યાને લઇ નવા ૨૯ હેલ્થ સેન્ટર બનાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ઝોન દીઠ એક એક મેડીકલ મોબાઇલ કાર્યરત કરવામાં આવનાર છે
.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ ખાતેનું બર્નસ યુનિટ હાલ બંધ હાલતમાં છે. આ યુનિટ શહેરજ નહી પરંતુ દ‌િક્ષણ ગુજરાતમાં ખુબ જાણીતું હતું. અનેક લોકો સારવાર અર્થે બર્નસ યુનિટમાં આવતા હતા. લોકોને સુવિધા પુરી પાડવા માટે હયાત બનર્સ યુનિટનું આધ‌ુનિક સાધનો, સગવડોથી અપગ્રેડેશન કરવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે મસ્ક‌િત હોસ્પિટલ ખાતે નવુ બનર્સ યુનિટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મનપાના ઝોન દીઠ એક હેલ્થ સેન્ટરમાં ડેન્ટીસ્ટ, ફિઝીશ્યન તથા સર્જનની ઓનેરેરીયમ સેવા શરૂ કરવાનું પણ નિયત કરવામાં આવ્યું છે. આ સાથે તમામ ઝોનમાં કોમ્યુનીકેબલ રોગો જેવા કે ડાયબિટીશ, કેન્સર, પ્રેશરના દરદીઓ માટે વિના મુલ્યે કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે આમ મનપાના વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં લોકોના આરોગ્યને પણ પ્રધાન્ય આપવામાં આવ્યું છે.આ ઉપરાંત હેરીજેટ , સ્પોર્ટસ, પરાવર્ણ અને ટુરીસ્ટ સ્પોર્ટસને વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા કરાયેલી જોગવાઇ
 • રાજમાર્ગ (રેલ્વે સ્ટેશનથી ચોક બજાર)ને શુશોભિત કરાશે

 • ફાયર, હેલ્થ, એન્વાયર્મેન્ટ, ટુરીઝમ અને હેરીટેઝ સેકટર વિકસાવાનું આયોજન

 • શહેરમાં સમાવેશ થનારા વિસ્તારોને પ્રાથમિક સુવિધા પુરી પાડવા ૫૦ કરોડની જોગવાઇ

 • મહીલાઓ માટે મહિલા વેજીટેબલ માર્કેટનું આયોજન

 • પીપીપી ધોરણે રીવર ફ્રન્ટ તથા વોક-વે અરીયા જેવા ‌ક‌ાનિર્વલ સ્ટ્રીટનું આયોજન

 • હેરીટેજ અને મનપાના વિશિષ્ટ પ્રોજેકટ, સ્થળોની યાદી વેબસાઇડ પર મુકાશે

 • ઝોન દીઠ એકએક મોબાઇલ ફુડ કોર્ટ બનાવાશે

 • હ‍ળપતિ અને હરીજનવાસને ગામતળ તરીકે વિકસાવવાનું આયોજન

 • મહિલા અને સ‌િનયર સીટીઝન માટે યોગ અભ્યાસ સેન્ટર
  સમગ્ર શેહર વિસ્તારમાં એર ક્વોલીટી મોનિટરીગ સિસ્ટમ કાર્યરત કરવાનું આયોજન

 • તમામ ઝોનમાં સ્કીલ લેબ સેન્ટર શરૂ કરાશે

 • બ્રિજ પરથી પડતા વરસાદનું પાણી સ્ટોરેજ કરવા હાર્વેસ્ટીગ સીસ્ટમનું આયોજન

 • સ્મીમેર હોસ્પિટલ ખાતે નવા આઇ.સી.યુનું આયોજન

 • ‌અનિદ્રાના રોગથી પિડાતા દરદી માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે સ્લીપ લેબનું આયોજન

 • મહિલાઓના સ્તન કેન્સર પરીક્ષણ માટે સ્મીમેરમાં ડિજીટર મેમોગ્રાફી શરૂ કરાશે

 • સ્મીમેર હોસ્પિટલ ખાતેના હયાત બર્નસ યુનિટને અપગ્રેડ કરવા સાથે મ‌િસ્કતી હોસ્પિટલ ખાતે નવુ

 • બર્નસ યુનિટ શરૂ કરાશે

 • નવા ૨૯ હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન
  ઝોન દિઠ હેલ્થ સેન્ટરમાં ડેન્ટીસ્ટ, ફિઝીશસ્યન તથા સર્જનની ઓનેરેરીયમ સેવા શરૂ કરાશે.

 • વેસુ ખાતે ફુડ લેબોરેટરી શરૂ કરાશે

 • મનપાના તમામ હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે દવા, ઇન્જેકશન આપવામાં આવશે

 • તમામ ઝોનમાં એક એક મોબાઇલ મેડીકલ વેન શરૂ કરાશે
  શાળા ક્રમાક ૮ અને ૯ વાળી જગ્યા પર જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું આયોજન

 • બાયો ડાયવર્સીટી પાર્કનું આયોજન

 • તમામ ઝોનમાં એક વોલને પેઇન્ટીગ વોક તરીકે વિકસાવવામાં આવશે

 • કિલ્લામાં સોવિનીયર શોપ બનાવાશે

 • બાળ સ્મશાન ગૃહ માટે સરકાર અથવા સુરત મનપા દ્વારા પ્લોટ ફાળવવામાં આવશે

 • દરેક સ્મશાન ગૃહને વિકસાવવામાં આવશે.

 • ગવિયર, વાંટા અને ડુમસ લેક ડેવલપ કરી બાયોડાયાવર્સીટી પાર્ક બનાવાશે
  સરથાણા ખાતે આવેલા મનપાના નેચરપાર્કનું રી-ડેવલપમેન્ટનું આયોજન
  ફાયર ફાઇટીંગ રોબોટ વીથ કેરીગ વ્હીકલ્સ ખરીદવામાં આવશે


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 18.34 કરોડના સુચીત બજેટમાં ઘટાડો કરી 583.11 કરોડનો અંદાજ મંજુર
સુરત મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સુચિત વર્ષ ૨૦૨૦-૨૧ના ૬૦૧.૪૫ કરોડના ડ્રાફટ બજેટમાં ૧૮.૩૪ કરોડનો ઘટાડો કરી સ્થાયી સમિતિએ શિક્ષણ સમિતિના ૫૮૩.૧૧ કરોડના બજેટને બહાલી આપી હતી. સુચિત ડ્રાફટ બજેટમાં નેશનલ પેન્સન સ્કીમ (એનપીએસ) માટે ૧૮.૩૪ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. હાલ આ જોગવાઇની જરૂર જણાઇ ‌ન આવતા બજેટ માંથી જોગવાઇ રદ કરવામાં આવી હતી. મનપાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થીઓની જેમ જ સુવિધા મળી રહે તે માટે દર વર્ષે શાસકો દ્વારા બજેટમાં વિશેષ જોગવાઇ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે ૨૦૨૦-૨૧ના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી નથી.
Published by: ankit patel
First published: February 7, 2020, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading