Home /News /south-gujarat /સુરત : સાસુની હત્યા કરનાર પુત્રવધૂ અને તેનો ભાઈ પોલીસ સકંજામાં, જુઓ કેમ અને કેવી રીતે કરી હત્યા?

સુરત : સાસુની હત્યા કરનાર પુત્રવધૂ અને તેનો ભાઈ પોલીસ સકંજામાં, જુઓ કેમ અને કેવી રીતે કરી હત્યા?

સુરતના વરાછામાં પુત્રવધૂએ કરી સાસુની હત્યા

સુરત (Surat)ના વરાછા (Varachha) માં સાસુની હત્યા (mother-in-law killed) કેસમાં પોલીસને મળી સફળતા, સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station)) થી હત્યારી પુત્રવધૂ અને તેના ભાઈને પકડી પાડી પોલીસે ધરપકડ (Arrest of daughter-in-law and her brother) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ ...
સુરત : સુરતમાં હત્યા (Surat Murder) નો ચોંકનારા કિસ્સા પરથી પદડો ઉઠી ગયો છે, અને હત્યારી પુત્રવધુ અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. સુરતના વરાછા (Varachha) વિસ્તારમાં આવેલી પરિમલ સોસાયટીમા બે દિવસ પહેલા એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પુત્રવધુ અને તેના ભાઈએ મળી સાસુનું ગળું દબાવી હત્યા (son wife killed the mother-in-law) કરી નાખી હતી. હત્યા કરી ભાઈ બહેન ભાગી રહયા હતા તેવામાં સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station)) થી પકડી પાડી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પિયર જવાની સાસુએ ના પાડતા સાસુની કરી હતી હત્યા

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પરિમલ સોસાયટીમા હત્યાની ઘટના સામે આવી હતી. પરિમલ સોસાયટીમાં રહેતા અને હીરાનું કામ કરતા સંદીપ સરવૈયાના ચાર વર્ષ પહેલા સોસીયલ મીડિયાના માધ્યમથી યુવતીના પરિચયમાં આવ્યો હતો અને અસામ ખાતે રહેતી દીપિકા માન્ડલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, ત્યારબાદ બનેના ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. તેમને સંતાનમા એક બાળક છે. સંદીપ ભાઈ પોતાના પરિવાર સાથે વરાછા વિસ્તારની પરિમલ સોસાયટી માં રહે છે.

કેમ કરી હત્યા?

લગ્ન જીવન ખુશહાલ ચાલી રહ્યું હતું તેવામાં સંદીપ ભાઈનો સાળો દીપાન્કર અસામથી સુરત ખાતે આવ્યો હતો, અને તેમના બનેવી અને બહેનની સાથે રહેતો હતો. તેવામાં દીપાન્કર અને દીપિકાને અસામ ખાતે લઈ જવાની જીદ પકડી હતી, અને આ મામલે ઘર મા રકઝક ચાલતી હતી. તેવામાં બે દિવસ પહેલા રાત્રીના સમયે બંને ભાઈ બહેન અસામ જવા માટે નીકળ્યા હતા, તેવામાં તેમના સાસુ વિમળા બેન સરવૈયા જાગી જતા તેમને બુમાબુમ કરી હતી.

કેવી રીતે કરી હત્યા?

જોકે ભાઈ બહેને સાથે મળી વિમળા બેનનું મો દબાવી રાખ્યું જેથી અવાજ ના કરી શકે અને ત્યાર બાદ બને એ મળી વિમળા બેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ બંને ભાઈ બહેન ઘરેથી ભાગી નીકળ્યા હતા. જોકે તે ભાગીછુટે તે પહેલા જ વરાછા પોલીસે હત્યારી પુત્રવધુ અને તેના ભાઈની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ પણ વાંચોસુરત: એક શિક્ષકની વિદ્યાર્થીની સાથેની કાળી કરતૂત આવી સામે, સીસીટીવીમાં ચોંકાવનારી ઘટના સામે આવી

સામે પક્ષે પુત્રવધુએ પતિ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં હેરાનગતીની અને માર મારવાની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. તેમાં સાસુને કેવી રીતે મારી તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
Published by:Kiran Mehta
First published:

Tags: Surat crime Surat News, Surat news, Surat police, Varachha, Varachha police station