સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મૉડલ યુવતીને લગ્ન માટે દબાણ કરી જાહેરમાં ફટકારી

સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મૉડલ યુવતીને લગ્ન માટે દબાણ કરી જાહેરમાં ફટકારી
પ્રતીકાત્મક તસવીર.

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો જાહેરમાં તમાશો, યુવતી તેની નાની બહેન અને માતાને જાહેરમાં ફટકારી.

  • Share this:
સુરત: પ્રેમ (Love)માં પાગલ બનેલા યુવાનો ક્યારેક ન કરવાનું કરી બેસતા હોય છે. સુરતમાં આવે જ એક બનાવ બન્યો છે. અહીં એક યુવકે લગ્ન માટે દબાણ (Marriage) કરીને એક યુવતી, તેની નાની બહેન અને માતાને જાહેરમાં માર માર્યો હતો. આ મામલે હાલ પોલીસ મથક પહોંચ્યો છે. પોલીસે આ મામલે પાગલ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવાને જાહેરમાં તમાશો કરતા તે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં યુવતી સમક્ષ લગ્નનનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ લગ્નનો પ્રસ્તાવ ફગાવી દેતા તે ગુસ્સો ભરાયો હતો અને તેણે યુવતી અને તેના પરિવારના સભ્યોને જાહેરમાં ફટકાર્યાં હતાં.

સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહી છે. હવે વધુ એક આવી ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા ખાતે પરિવાર સાથે રહેતી યુવતી મૉડલિંગ કરીને પરિવારને આર્થિક મદદ કરે છે. માતાપિતા અને એક બહેન સાથે રહેતી યુવતી સુરતના રિંગ રોડ પર આવેલા જાપાન માર્કેટમાં મૉડેલિંગનું કામ કરે છે. આ દરમિયાન યુવતી ઓળખાણ મદન સીરકી નામના યુવક સાથે થઈ હતી.આ પણ વાંચો: રાજકોટના આ ગામથી કોરોના માઇલો દૂર! રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યું સંધી કલારીયા ગામ, કોરોનાનો એક પણ કેસ નહીં!

મદન કાપડનો વેપાર કરે છે. આ યુવતીને મકાન લેવાનું હતું ત્યારે આ યુવાને યુવતીને મકાન ખરીદીમાં મદદ કરી હતી. જેને લઈને બંને સંપર્કમાં આવ્યા હતા. આ યુવાન થોડાં થોડાં દિવસે યુવતીના ઘરે પણ જતો હતો. જોકે, સમય જતાં તેની દાનત બગડી હતી. ગતરોજ તે યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બનીને તેણીના ઘરે ગયો હતો. અહીં તેણે યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ: જન્મદિને પતિ અને દિયર વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત!

જોકે, યુવતીએ લગ્ન માટે ના પડતા યુવાન આવેશમાં આવી ગયો હતો અને યુવતીને જાહેરમાં ફટકારવા લાગ્યો હતો. આ ઘટના જોતાની સાથે યુવતીની બહેન અને તેની માતા વચ્ચે પડતા યુવાને યુવતીની નાની બહેન અને તેની માતાને પણ માર માર્યો હતો.


આ પણ વાંચો: પાટણ: રેવન્યૂ તલાટી બન્યા 'સિંઘમ', માસ્ક બાબતે યુવકોને ડંડાથી ફટકાર્યાં, તલાટીને આવી સત્તા કોણે આપી? 


આ બનાવને લઈને પાડોશીઓ દોડી આવતા યુવાને ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, એક તરફથી પ્રેમમાં પાગલ યુવાનની હરકતથી ડરી ગયેલી યુવતીએ તાત્કાલિક આ અંગે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈને યુવાનની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
Published by:Vinod Zankhaliya
First published:May 10, 2021, 13:07 pm

ટૉપ ન્યૂઝ