Home /News /south-gujarat /

સુરત : વરાછામાંથી ગુમ થયો પતિ, સોસાયટીની પરિણીતા સાથે મૈત્રી કરાર કરી 'પ્રગટ' થતા ખળભળાટ

સુરત : વરાછામાંથી ગુમ થયો પતિ, સોસાયટીની પરિણીતા સાથે મૈત્રી કરાર કરી 'પ્રગટ' થતા ખળભળાટ

પ્રતિકાત્મક તસવીર

સુરતના વરાછઆ વિસ્તારમાં રહેતો મૂળ સાવરકુંડલાના નેસડીનો યુવાન ત્રણ મહિના અગાઉ અચાનક ગુમ થઈ ગયો હતો.

સુરત : સુરત (Surat) શહેરના વરાછા (Varacha) વિસ્તારમાંથી લગ્ન-છૂટાછેડા (Marriage) અને મૈત્રી કરારનો (Frienship contract) અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક પરિણીતાનો (Wife) પતિ ત્રણ મહિના અગાઉ નાટ્યત્મક રીતે ગુમ થયો હતો તે થોડા દિવસો બાદ સોસાયટીની પરિણીતા સાથે મૈત્રી કરાર સાથે પ્રગટ થયો હતો. આમ પત્નીને છૂટાછેડા આપ્યા વગર પતિએ આવું પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ હતી. બે સંતાનોના પિતાના આ કૃત્યથી આઘાતમાં સરી ગયેલી પત્નીએ તેના પતિ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો એવી છે કે મૂળ સાવરકુંડલાના નેસડીના યુવકના લગ્ન 15 વર્ષ અગાઉ થયા હતા.તેને સતંનામાં બે બાળકો છે. જોકે, નાના વરાછઆમાં શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતી મહિલા જેને સંતાનંમાં 14 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો છે તેના લગ્ન વર્ષ 2006માં મૂળ અમરેલીના સાવરકુંડલાના નેસડી ગામના વતની અને હાલ સુરતમાં પરવત ગામ રાધે રેસિડન્સી ફ્લેટ નં.502 માં રહેતા રુચિત ધનજીભાઈ પાનસેરીયા સાથે થયા હતા.

આ પણ વાંચો : સુરત : અવિશ્વસનીય સત્યઘટના! દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો, ગુમાવ્યા રૂપિયા

મહિલાની ફરિયાદ મુજબ પતિ નાની નાની વાતોમાં ઝઘડા કરતો હતો જેના કારણે મહિલા પરેશાન હતી. દરમિયાન પત્નીના આક્ષેપ મુજબ એક દિવસ પતિનો મોબાઇલ ચેક કરતા સોસાયટીમાં જ રહેતા એક પાડોશીની પત્ની સાથે પતિના બિભત્સ ફોટોગ્રાફ્સમ મમળી આવ્યા હતા.

આ અંગે પત્નીએ પતિને પૂછપરછ કરતા પત્નીએ જણાવ્યું હતું કે તે આ મહિલાને તેની પત્ની બનાવવા માંગે છે.  પતિ પત્નીની હાજરીમાં તેની સાથે વીડિયો કોલ પર વાતચીત પણ કરતો હતો.

આ પણ વાંચો : વડોદરા : ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો CCTV Video, આંખમાં મરચાની ભુકી નાખી સોનું લૂંટાયું

દરમિયાનમાં પતિ ગત 3 એપ્રિલના રોજ અચાનક ઘરેથી ગાયબ થઈ ગયો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ પત્નીએ તેની શોધખોળ કરી હતી. પત્નીએ તેના વિશે પોલીસમાં જાણ કરી હતી ત્યારે અચાનક વરાછા પોલીસ મથકમાં સોસાયટીની જ આ મહિલા સાથે હાજર થયો હતો અને મૈત્રી કરાર કરી લીધા હોવાની જાણ કરી હતી. પત્નીને છૂટાછેડા આપ્યા વગર આવી રીતે પતિએ પગલું ભરી લેતા પત્નીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપી પતિની આ અંગે ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, Friendship Contract, Latest News, Surat Missing Husband, Surat news, Varacha, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन