સુરત: મહિલાઓને નિવસ્ત્ર કરી તપાસ કરવાની ઘટના,કોગ્રેસે સ્મીમેર હોસ્પિટલમાં મચાવ્યો હંગામો


Updated: February 21, 2020, 9:36 PM IST
સુરત: મહિલાઓને નિવસ્ત્ર કરી તપાસ કરવાની ઘટના,કોગ્રેસે સ્મીમેર હોસ્પિટલમાં મચાવ્યો હંગામો
ફાઈલ તસવીર

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કર્મચારીઓને હંગામી ધોરણે નિમણૂંક આપવા શારીરિક તપાસ તેમાં પણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને તપાસ કરાવવામાં આવી હોવાથી વાતને લઇને હોબાળો મચ્યો હતો.

  • Share this:
સુરતઃ સુરત મહાનગર પાલિકા (surat municipal corporation) સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) આજે ગુરુવારે એક વિવાદ સામે આવ્યો હતો. જોકે કર્મચારીઓને હંગામી ધોરણે નિમણૂંક આપવા શારીરિક તપાસ તેમાં પણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને તપાસ કરાવવામાં આવી હોવાથી વાતને લઇને હોબાળો મચ્યો હતો. જોકે આ મામલે તપાસ કમિટી નીમવામાં આવી છે અને તે 15 દિવસમાં રિપોર્ટ આપશે ત્યારે યુથ કોંગ્રેસ (Youth Congress) દ્વારા આજે સ્મીમેર ખાતે હંગામો મચાવીને આગામી  દિવસમાં રિપોર્ટ નહિ આપે તો મનપા કમિશનર ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે.

સુરત ની મહાનગર પાલિકાની સ્મીમેર હોસ્પિટલ આજે વિવાદ માં આવી છે. કારણ કે સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓને હંગામી ધોરણે નિમણૂંક આપવા માટે શારીરિક તપાસ કરાવવાનો નિયમ છે. પણ હોસ્પિટલ દ્વારા  મહિલાઓને ગ્રુપમાં એક સાથે રાખીને નિઃર્વસ્ત્ર કરાવીને તપાસ કરાયાની ફરિયાદ યુનિયન આગેવાને કરતા આજે હંગામો મચી જવા પામ્યો હતો.

જોકે આ ઘટનાએ પગલે તાતકાલિક  કમિશનરે ડેપ્યુટી કમિશરની અધ્યક્ષતામાં તપાસ કરી 15 દિવસમાં રિપોર્ટ સબમીટ કરવા જણાવ્યું હતું. આ મામલે મહિલા આયોગ દ્વારા પણ પોલીસ કમિશનર અને કમિશનર પાસે રિપોર્ટ માંગવાની તૈયારી દર્શાવી છે. જોકે આ ઘટનાને લઇને આજે યુથ કોગ્રેસ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચીને મહિલાઓ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સાથે જ તપાસને લઈને સવાલો ઉભા કર્યાં હતાં ભાજપના રાજમાં મહિલાઓની ગરીમા જળવાતી નથી. ભાજપ દ્વારા સમગ્ર મામલાને રફેદફે કરવાની કોશિષ કરવામાં આવી રહી છે. તપાસ સમિતી દ્વારા 15 દિવસમાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે જે યોગ્ય નથી. રિપોર્ટ માત્ર 3 દિવસમાં રજુ કરવા માટે કહીંયુ છે અને 3 દિવસ માં રિપોર્ટ નહિ આવે તો મહાઈલા કોગ્રેસ દ્વારા સોમવારે મનપા કમિશનર નો ઘેરાવ  કરવાની ચીમકી પણ આપી છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर