સુરત: મેયરે યોગ કરીને સુરતીઓને યોગ સાધના સાથે જોડાવવાની આપી ચેલેન્જ

News18 Gujarati
Updated: June 21, 2018, 12:44 PM IST
સુરત: મેયરે યોગ કરીને સુરતીઓને યોગ સાધના સાથે જોડાવવાની આપી ચેલેન્જ
યોગનાં કારણે છેલ્લા થોડા દિવસથી મને તેનો ખુબ અનુભવ થયો છે. અને હું માનુ છુ કે આ અનુભવ દરેક સુરતવાસી અનુભવે.

યોગનાં કારણે છેલ્લા થોડા દિવસથી મને તેનો ખુબ અનુભવ થયો છે. અને હું માનુ છુ કે આ અનુભવ દરેક સુરતવાસી અનુભવે.

  • Share this:
સુરત: સુરતનાં મેયર ડોક્ટર જગદીશ પટેલે વિશ્વ યોગ દિવસે પોતાનો યોગ વીડિયો શેર કર્યો છે. આ સાથે જ તેમણે સુરતવાસીઓને ચેલેન્જ પણ આપી છે. મોદી સરકારનાં અભિયાન હમ ફિટ તો ઇન્ડિયા ફિટનાં ભાગ હેટળ સુરતનાં મેયરે સુરતવાસીઓને ફિટ રહેવાનો સંદેશ આપ્યો છે.

ડો. જગદીશ પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વહિવટી તંત્રનાં સર્વોચ્ચ વડા મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ. ધન્નાડ અને જીલ્લા સરાકરનાં વડા અને સુરત કલેક્ટર શ્રી ધવલ પટેલને યોગ સાધના સાથે જોડાઇને ફિટ રહેવાની ચેલેન્જ આપી છે. કારણ કે તેઓ ફિટ હશો તો સુરત ફિટ રહેશે.આ સાથે જ તેમણે યોગનો મેસેજ આપતા કહ્યું કે, જીવનમાં જો આપની પાસે તંદુરસ્ત તન અને તંદુરસ્ત મનની જરૂર પડે છે જો તે આપણી પાસે હશે તો આપણે ફિટ રહીશું અને તે આપણી આસપાસનાં લોકોની પાસે હશે તો તેઓ ફિટ થશે. અને યોગ જ એવી વસ્તુ છે જેનાંથી આપણું તન અને મન બંને ફિટ રહી શકે છે. છેલ્લા થોડા દિવસથી મને તેનો ખુબ અનુભવ થયો છે. અને હું માનુ છુ કે આ અનુભવ દરેક સુરતવાસી અનુભવે. તેથી જ હું આ લોકોને ચેલેન્જ કરુ છુ તે પણ યોગ સાથે જોડાય અને તંદુરસ્ત જીવન અપનાવે.


First published: June 21, 2018, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading