સુરત: કોરોના સંક્રમિત થયેલા મેયર જગદીશ પટેલની તબિયત લથડી, હૉસ્પિટલમાં ખસેડાયા

સુરત: કોરોના સંક્રમિત થયેલા મેયર જગદીશ પટેલની તબિયત લથડી, હૉસ્પિટલમાં ખસેડાયા
ડૉ. જગદીશ પટેલ

રવિવારે સુરતમાં કોરોનાના નવા 278 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ પોઝિટિવ કેસ 43,389 થયા છે. રવિવારે સુરતમાં ત્રણ લોકોનાં મોત થયા છે.

 • Share this:
  સુરત: ગત અઠવાડિયે કોરોના સંક્રમિત (Coronavirus) થયેલા સુરત શહેરના મેયર ડૉક્ટર જગદીશ પટેલ (Surat Mayor Doctor Jagdish Patel)ને શનિવારે રાત્રે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે ઓક્સિજન લેવલ (Oxygen Level) ઘટ્યાં બાદ તેમને હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યા હતા. હાલ હૉસ્પિટલ ખાતે તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. કોઈ ચિંતાજનક વાત ન હોવાનું સામે આવ્યું છે, તેમજ ફક્ત તકેદારીના ભાગરૂપે તેમના દાખલ કરાયા હોવાનું સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત થયા બાદ સુરતના મેયરને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

  સુરત શહેર અને જિલ્લામાં કેસમાં વધારો:  સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારે થઈ રહ્યો છે. એટલું જ નહીં હવે તો કોરોનાની સારવાર કરતા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ રહ્યો હોવાથી તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ શહેરમાં વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હાલ સ્કૂલો અને કૉલેજો બંધ હોવા છતાં આ સંખ્યા વધતા ચિંતા વધી છે. છેલ્લા 10 દિવસમાં કુલ 78 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  આ પણ વાંચો: સુરત: પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો યુવાન, પ્રેમિકા પર તેના પતિએ ત્રાસ ગુજારતા કર્યો હુમલો

  રવિવારે સુરતમાં કોરોનાના નવા 278 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ પોઝિટિવ કેસ 43,389 થયા છે. રવિવારે સુરતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. આ સાથે શહેરનો મૃત્યાંક 1,059 થયો છે. રવિવારે 216 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધી 40,437 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1,893 સક્રિય કેસ નોંધાયેલા છે.

  આ પણ જુઓ-

  સુરત જિલ્લામાં કોરોના કેસ:

  જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 55દર્દી નોંધાયા હતા. આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધી કુલ સંક્રમિતોનો આંક 11,443 થયો છે. આ સાથે રવિવારે 38 દર્દી સાજા થઈને ઘરે ગયા હતા. જિલ્લામાં અત્યારસુધી કુલ 10,604 દર્દી સાજા થયા છે. આ સાથે સતત 12મા દિવસે સુરત જિલ્લામાં એક દર્દીનું કોરોનાથી મોત થયું નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:November 30, 2020, 10:48 am