સુરતની હૉસ્પિટલમાં મહિલાકર્મીઓનું શારીરિક શોષણ : નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી મળી

News18 Gujarati
Updated: November 18, 2019, 10:59 AM IST

'અધિકારી અશોક વાળંદ ઘણા વર્ષોથી અનેક મહિલાઓને શારિરીક શોષણ કરતો હતો અને કરે પણ છે. તેણે થોડી મહીલાઓ સાથે દુષ્કર્મ પણ કર્યું છે.'

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં પાલિકા સંચાલિત મસ્કતિ ધર્માથ હોસ્પિટલનાં એક અધિકારીએ 15થી વધુ મહિલા કર્મચારીની છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે બે મહિલા સફાઇ કામદારોએ ન્યૂઝ18 ગુજરાતી સામે આવીને આ અધિકારી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જેના પગલે પોલીસે અધિકારીની મોડી રાતે પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે આ મહિલાઓથી માત્ર એકને બોલાવીને તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ અંગે તંત્ર પહેલા આ આરોપો જેના પર લાગ્યાં છે તે અધિકારીની બદલી કરશે અને તે બાદ તેના પર પગલા ભરશે તેવી માહિતી મળી રહી છે. આ સાથે આજે મહિલાઓ પોલીસ સ્ટેશમાં જઇને ફરિયાદ નોંધાવવાની હતી પરંતુ તેમને ધમકી મળી રહી છે કે તેઓ આ અંગેની ફરિયાદન નોંધાવશે તો નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.

'જ્યાં કેમેરા ન હોય ત્યાં લઇ જઇને શારિરીક શોષણ કરતો'

મહિલા સફાઇ કામદારોએ પોતાની વ્યથા ન્યૂઝ18ગુજરાતી સામે ઢાલવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 'અધિકારી અશોક વાળંદ ઘણા વર્ષોથી અનેક મહિલાઓને શારિરીક શોષણ કરતો હતો અને કરે પણ છે. તેણે થોડી મહીલાઓ સાથે દુષ્કર્મ પણ કર્યું છે. તો પણ મહિલાઓ પોતાનો ઘર સંસાર તુટી જાય તેના ડરથી કંઇપણ બોલ્યા વગર અન્ય જગ્યાએ બદલી કરાવીને જતી રહી છે. અમે આ અંગે ઉપરનાં અધિરાકીઓને પણ વાત કરી છે, રજૂવાત કરી છે પરંતુ તેઓ પણ અમારી વાત પર ઘ્યાન ન આપીને અશોક વાળંદની જ વાત માનતો હતો. અશોક અમને અવારનવાર બોલાવીને ધમકાવતો અને કહેતો કે, જ્યાં કહ્યું ત્યાં તમને નોકરી પર મુકી. હવે હું કહું તેમ કરવાનું. તે હોસ્પિટલમાં ઉપરનાં માળે, જ્યાં કેમેરા નહિં હોય તેવી જગ્યાએ બોલાવતો હતો. તે દારૂ પીધેલી હાલતમાં વશ થવા માટે દબાણ કરતો હતો. જો મહિલા તેના વશમાં ન થાય તો ખોટી રીતે હેરાન કરવાની પણ ધમકી આપતો હતો. તે ગમે ત્યારે ગમે ત્યાં શરીર પર હાથ ફેરવતો અને ગંદી રીતે અડતો.'

આ પણ વાંચો : સંતાન સુખની વિધિના બહાને સસરો પુત્રવધૂને ચંદન, ધી, તલથી મસાજ કરતો

'મારી સામેનાં આક્ષેપો પાયા વિહોણા'

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ શરૂ થઇ છે. અશોક વાળંદ છેલ્લા 23 વર્ષથી મસ્કતિ હૉસ્પિટલમાં નોકરી કરે છે. તેણે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'કામદાર મહિલાઓએ કરેલા આક્ષેપ પાયાવિહોણા છે. મને બદનામ કરવા માટે આક્ષેપ કરાયા છે. એમની મરજી મુજબ શિફટમાં કામ ન આપતા આક્ષેપ થયો છે. મારી સામે વિજિલિન્સમાં દોઢ વર્ષથી ફરિયાદ થઇ હતી જેમાં કંઇ પુરવાર થયું ન હતુ.'આ પણ વાંચો : પાણીપુરી ખાઈ રહેલી મહિલાઓ સાથે બજાર વચ્ચે છેડતી, વિરોધ કરતાં ભાઈને ફટકાર્યો
First published: November 18, 2019, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading