સુરત: શહેરના (Surat news) પુણા વિસ્તારમાં રહેતા રિટાયર એસઆઇના પુત્રવધૂ સાથે પુરુષ યુવાન રોશન સોહનલાલ પાલીવાલે મિત્રતા કેળવી હતી અને કોફી શોપમાં લઈ જઈ કેફી પીણું પીવડાવી દીધું હતુ. પરણિતાને અર્ધબેભાન અવસ્થામાં એક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આ સમયે યુવાને આ મહિલા નગ્ન ફોટા પાડી દીધા બાદ અવારનવાર દુષ્કર્મ સાથે એને બ્લેકમેલ કરી પાંચ લાખ રુપિયા માંગતો હતો. જેને લઇને પરિણીતાએ આ મામલે સુરતમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે
હાલમાં સુરતમાં નિવૃત જીવન જીવતા એ.એસ.આઇને બે પુત્ર હતા. પરિણીતા સાથે આ પોલીસ કર્મચારી સુરતના પુણા વિસ્તારમાં રહેતા હતા. બે વર્ષ પહેલાં જ પડોશમાં રહેતો પરિવારના યુવક તેમના ઘરે અવારનવાર આવતો જતો હતો. જેને લઇને પરિવાર સાથે સારી મિત્રતા હતી. જોકે, આ યુવાનને પોલીસ કર્મચારીની પુત્રવધૂ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ યુવાન પરિણીતાને મોબાઈલ પર ગુડ મોર્નિંગના મેસેજ મોકલતો હતો. એક વર્ષ પહેલા ફોન કરી સંપર્કમાં આવ્યા બાદ આ મહિલાને સતત કોલ કરતો હતો અને આ મહિલાને મળવાનું કહેતા મહિલા આ યુવકને વિસ્તારની એક કોફી શોપમાં મળવા ગઈ હતી.
જ્યાં આ મહિલા ઉપર પહેલેથી દાનત ખરાબ હોવાને લઈને તેની કોફીમાં કેફી પદાર્થ ભેળવી દીધો હતો. ત્યારબાદ આ યુવકે આ મહિલાને વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઇ ગયા બાદ અર્ધબેભાન અવસ્થામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ યુવકે દુષ્કર્મ આચરવાના સમયે મહિનાના અર્ધનગ્ન હાલતમાં ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આ યુવક પરિણીતાને અવારનવાર આ ફોટા બતાવી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાની સાથે રૂપિયા પાંચ લાખની માંગણી કરીને સતત હેરાન પરેશાન કરતો હતો.
આખરે પરિણીતાએ પોતાની સાથે બનેલી ઘટના પરિવારને કહેતા પરિવારે આ મામલે સપોર્ટ આપી આ યુવક વિરુદ્ધ સુરતના પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બળાત્કારનો ગુનો દાખલ કરી તેને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.