Home /News /south-gujarat /

સુરતઃ પરિણીતા પર બે સગા ભાઈઓએ પાંચ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

સુરતઃ પરિણીતા પર બે સગા ભાઈઓએ પાંચ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

સુરત પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી.

મહિલા મોબાઇલની દુકાને રિચાર્જ કરાવવા ગઈ હતી ત્યારે આરોપીની જાળમાં ફસાઈ હતી.

    કિર્તેશ પટેલ/ પ્રજ્ઞેશ વ્યાસ સુરત

    સુરતઃ શહેરની એક પરિણીતા પર અલગ અલગ સમયે પાંચ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બળાત્કાર ગુજારનાર પાંચ લોકોમાંથી બે સગા ભાઈઓ છે. આ કેસમાં પોલીસ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

    મળી રહેલી માહિતી પ્રમાણે સુરતના પુણામાં એક પરિણીતા સાથે પાંચ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. પરિણીતા મોબાઈલની દુકાને રિચાર્જ કરાવવા ગઈ હતી ત્યારે આરોપીઓની ઝાળમાં ફસાઈ હતી. આ અંગે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    મોબાઈલ દુકાનના માલિક શેલૈષગીરી અને તેના ભાઈએ આ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાદમાં આ કાંડમાં ત્રણ અન્ય લોકો પણ જોડાયા હતા. દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા મૂળ રાજસ્થાનની હોવાનું માલુમ પડ્યું છે. આ કેસમાં પુણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mobile shop, Rajasthan Girl, Rape the crime, Surat Woman, ગુનો, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन